Coldplay Concert Ahmedabad: અમદાવાદ 'કોલ્ડપ્લે'ના રંગમાં રંગાયું, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ બહાર દેશ-વિદેશના ચાહકોની ભીડ ઉમટી

સાજે પોણા 8 કલાકે કૉલ્ડ પ્લેનું પર્ફોમન્સ શરૂ થશે, તે બાદ કોઈને પણ સ્ટેડિયમમાં પ્રવેશ નહીં આપવામાં આવે

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sat, 25 Jan 2025 05:26 PM (IST)Updated: Sat, 25 Jan 2025 05:26 PM (IST)
coldplay-concert-ahmedabad-crowd-of-fans-gathered-outside-the-narendra-modi-stadium
HIGHLIGHTS
  • બપોરે 2 વાગ્યાથી એન્ટ્રી ગેટ ઑપન કરવામાં આવતા લોકોની પડાપડી

Ahmedabad: થોડા દિવસ અગાઉ મુંબઈમાં ચાહકોને મંત્રમુગ્ધ કર્યા બાદ હવે બ્રિટીશ રૉક બેન્ડ 'કોલ્ડ પ્લે'ની અમદાવાદ સ્થિત વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કૉન્સર્ટ શરૂ થવા જઈ રહી છે. જેને લઈને અમદાવાદ ઉપરાંત ગુજરાતના અન્ય શહેરો તેમજ દેશના અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પહોંચી ચૂક્યા છે. બપોરે 2 વાગ્યાથી લોકોને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં એન્ટ્રી આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. આજે કદાચ પ્રથમ વખત એવું થશે, જ્યારે કૉલ્ડ પ્લેની એક જ કોન્સર્ટમાં એક લાખથી વધુ દર્શકો ઉપસ્થિત રહેશે.

આજે બપોરે એન્ટ્રી ગેટ ખુલતા જ દર્શકોની પડાપડી જોવા મળી રહી છે. જ્યારે સાંજે પોણા 8 વાગ્યે કોલ્ડ પ્લેનો પર્ફોમન્સ શરૂ થશે, તે બાદ કોઈને પણ સ્ટેડિયમમમાં પ્રવેશ નહીં આપવામાં આવે. સૌ પ્રથમ બેન્ડના એલ્યાના, શૌન અને જસલીન રોયલ પર્ફોર્મ કરશે.

કૉલ્ડ પ્લે કોન્સર્ટના આયોજકો દ્વારા સ્ટેડિયમમાં આવતા ચાહકોને રિસ્ટ બેન્ડ, મૂન ગોગલ્સ, પેડલ બાઈક, મ્યૂઝીક બ્રેસલેટ આપવામાં આવશે. જેના પરિણામે ચાહકોનો મ્યૂઝિકનો અનુભવ ખાસ રહેવાની સાથે આ કોન્સર્ટ પણ તેમના માટે યાદગાર બની રહેશે.

LED રિસ્ટ બેન્ડ: આ કોન્સર્ટ નિહાળવા સ્ટેડિયમમાં ઉપસ્થિત રહેનારા દરેક પ્રેક્ષકને રેડિયો ફ્રિકવન્સીથી સજ્જ રિસ્ટ બેન્ડ આપવામાં આવશે, જે મ્યૂઝિકની બીટ પર કામ કરશે. જેના પરિણામે આખું સ્ટેડિયમ રંગબેરંગી LED લાઈટથી ઝગમગી ઉઠશે. જો કે કોન્સર્ટ સમાપ્ત થયા બાદ આ રિસ્ટ બેન્ડ પરત કરવાના રહેશે.

પેડલ બાઈક: કોલ્ડ પ્લે કોન્સર્ટની એનર્જી જાળવી રાખવા માટે પ્રેક્ષકોને સ્ટેડિયમમાં બાઈક અર્થાત કાઈનેટિક ફ્લોર જોવા મળશે. જેના પર પેડર મારવાથી શૉમાં રહેલ લાઈટને પાવર સપ્લાય થશે. આ એક અલગ જ અનુભવ રહેશે.

મૂન ગોગલ્સ: કૉન્સર્ટ જોવા આવનાર ચાહકોને મૂન ગોગલ્સ પણ અપાશે. સ્ટેડિયમમાં આતશબાજી વખતે આ મૂન ગોગલ્સ પહેરવાથી અલગ-અલગ કલરના શેપ દેખાશે. કોન્સર્ટ ખતમ થયા બાદ પ્રેક્ષકો આ ચશ્માને પોતાના ઘરે પણ લઈ જઈ શકશે.

મ્યૂઝિક બ્રેસલેટ: નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડ પ્લેના ઑફિશિયલ મર્ચેન્ડાઈઝ સ્ટોલ પરથી મ્યૂઝિક બ્રેસલેટ મળશે. જેને ખરીદીને તમે ઘરે પણ લઈ જઈ શકો છો. આવી જ રીતે આ સ્ટોલ પરથી કોલ્ડ પ્લેની ટોપી, ટી-શર્ટ અને હુડી ઉપરાંત મ્યૂઝિક CD પણ ખરીદી શકો છો.