ચિરિપાલ સ્પાર્ક 2026ના વાર્ષિક સ્પોર્ટ્સ ઇવેન્ટની 3જી આવૃત્તિમાં 600થી વધુ કર્મચારીએ ભાગ લીધો;10 ટીમો વચ્ચે 9 રમતોમાં સ્પર્ધા

આ વર્ષની આવૃત્તિમાં બેડમિન્ટન, કેરમ, ચેસ, રનિંગ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, બૉક્સ ક્રિકેટ, ફૂટબોલ અને વૉલીબોલ સહિત કુલ 9 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Wed, 23 Sep 2026 07:16 PM (IST)Updated: Wed, 23 Sep 2026 07:16 PM (IST)
chiripal-group-hosting-3rd-edition-of-chiripal-spark-2026-sports-event-in-ahmedabad

Ahmedabad News: ચિરિપાલ ગ્રૂપ દ્વારા તેની વાર્ષિક સ્પોર્ટ્સ ઇવેન્ટ ‘ચિરિપાલ સ્પાર્ક 2026’ની ત્રીજી આવૃત્તિનું આયોજન કરવામાં આવી રહ્યું છે. એક મહિના સુધી ચાલનારા આ કાર્યક્રમમાં ગ્રૂપની 33 સંસ્થાના 600થી વધુ કર્મચારી ભાગ લઈ રહ્યાં છે.

5 સપ્ટેમ્બરથી શરૂ થયેલી આ ઇવેન્ટમાં 10 ટીમોના 600થી વધુ કર્મચારીઓ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લઈ રહ્યા છે. વિવિધ રમતોની સ્પર્ધાઓ માટે અમદાવાદ રેકેટ એકેડેમી, શાંતિ એશિયાટિક સ્કૂલ અને અમદાવાદ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે રમતગમતની વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


‘પ્લે. પર્ફોમ. પ્રીઝર્વ’ની થીમ હેઠળ યોજાઈ રહેલી આ વર્ષની આવૃત્તિમાં બેડમિન્ટન, કેરમ, ચેસ, રનિંગ, ટેબલ ટેનિસ, બાસ્કેટબોલ, બૉક્સ ક્રિકેટ, ફૂટબોલ અને વૉલીબોલ સહિત કુલ 9 રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ વર્ષે પ્રથમ વખત બાસ્કેટબોલ અને ફૂટબોલનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેના કારણે ટીમ સ્પોર્ટ્સની સંખ્યામાં વધારો થયો છે. 

5 સપ્ટેમ્બરના રોજ બેડમિન્ટનની સાથે આ સ્પોર્ટ્સ ઇવેન્ટનો શુભારંભ થયો હતો. બાકીની રમતોની સ્પર્ધાઓ સપ્ટેમ્બર મહિના દરમિયાન યોજાશે, જેમાં વિવિધ બિઝનેસ અને વિભાગોના કર્મચારીઓ પોતાની-પોતાની ટીમો તરફથી ભાગ લઈ રહ્યાં છે. 

ચિરિપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરિપાલે જણાવ્યું હતું કે રમતગમતમાં લોકોને એકસાથે લાવવાની અને સિદ્ધિ હાંસલ કરવાની સહિયારી ભાવના નિર્માણ કરવાની અનોખી ક્ષમતા છે. ચિરિપાલ સ્પાર્ક ચિરિપાલ ગ્રૂપમાં અમે જે સંસ્કૃતિનું નિર્માણ કરી રહ્યાં છીએ તેનું પ્રતિબિંબ છે, જ્યાં કર્મચારીઓને તેમની રોજિંદી ભૂમિકાઓથી આગળ વધીને સ્પર્ધામાં ભાગ લેવાની, સહયોગ સાધવાની અને એકબીજા સાથે જોડાવાની તકો મળે છે. ‘પ્લે. પર્ફોમ. પ્રીઝર્વ’ના માધ્યમથી અમે અમારા કર્મચારીઓની કામગીરીમાં રહેલી તેમની ઊર્જા, દૃઢ નિર્ધાર અને ટીમ સ્પિરિટને બિરદાવી રહ્યા છીએ.

10 ટીમોના ફૉર્મેટને કારણે એક મહિના સુધી ચાલનારી આ ઇવેન્ટમાં ગળાકાપ હરીફાઈ જોવા મળી રહી છે, જેમાં કર્મચારીઓ વ્યક્તિગત અને ટીમ ડિસિપ્લિન્સમાં ભાગ લેવાની સાથે પોતાની-પોતાની ટીમને સહયોગ પણ આપી રહ્યા છે. આ પહેલ ગ્રૂપના વિવિધ બિઝનેસ સાથે સંકળાયેલા કર્મચારીઓને રમતગમતના માધ્યમથી એકબીજા સાથે જોડાવાની તક પણ પૂરી પાડી રહી છે.