Chandola Lake Demolition: અમદાવાદના ચંડોળા તળાવમાં આજે 21 મેના રોજ કેટલાક પાકા મકાન છે તેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવશે. ગઇકાલે એટલે કે, 20 મેના રોજ સવારે 6:30 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી AMC ની મશીનરીની મદદથી ડીમોલેશનની કામગીરી કરવામાં આવી હતી. જેમાં 35 જેટલા હીટાચી મશીન અને 15 જેસીબી મશીનના ઉપયોગથી એક જ દિવસમાં ચંડોળા તળાવમાં 8500 જેટલા નાના-મોટા કાચા અને પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. ચંડોળા તળાવમાં રહેલી 2.5 લાખ ચોરસ મીટર જગ્યા પરથી મોટાભાગના દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે.
પ્રથમ દિવસે શું થયું
ચંડોળા તળાવ ડિમોલિશન ફૈઝ-2 ના પ્રથમ દિવસે 8500 કાચા-પાકા દબાણો દૂર કરાયા હતા. જેમાં 50 જેસીબી અને હિટાચીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તેમજ 3000 જેટલા પોલીસકર્મીઓ ખડેપગે રહ્યા હતા. લોકોએ 3800 આવાસ માટેના ફોર્મ પણ લીધા છે.
