Celebrity Super Sixes: અમદાવાદના SGVP ગ્રાઉન્ડ ખાતે તાજેતરમાં સેલિબ્રિટી સુપર સિક્સસ મેચ રમાઈ હતી. ગુજરાતની દિલધડક સેલિબ્રિટી સુપર સિક્સસ, ક્રિકેટનું સૌથી ટૂંકું ફોર્મેટ - સેલિબ્રિટી સુપર સિક્સસ મેચ સ્ટાર રેન્જર્સ ગાંધીનગર અને અમદાવાદ માઈટી સ્ટાર્સ વચ્ચે રમાઈ હતી. જેમા અમદાવાદના કેપ્ટન લોકપ્રિય ભાઈ ભાઈ ગીતના ગાયક અરવિંદ વેગડા અને લોકપ્રિય ટીવી સેલિબ્રિટી અને વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરનાર વિપુલ નારીગરા સ્ટાર રેન્જર્સ ગાંધીનગરના કેપ્ટન હતા.

સેલિબ્રિટી સુપર સિક્સસ મેચનું ઓપનિંગ રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વાર કરાયું હતું. ક્રિકેટની પિચ પર ઓપનિંગ કરવા આવેલા ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ સિક્સ-એ- સાઇડ ક્રિકેટનાં મિઝાજ પ્રમાણે છગ્ગા- ચોગ્ગા માર્યા હતા. ગૃહ મંત્રી જ્યારે બેટિંગ કરવા આવેલા ત્યારે અમદાવાદના કેપ્ટન અરવિંદ વેગડાએ બોલિંગ કરી હતી અને વિપુલ નારીગરાએ વિકેટ કીપર હતા. જ્યારે ગુજરાતી ફિલ્મ સુપર સ્ટાર હિતુ કનોડિયા સ્લીપમાં ઉભા રહ્યા હતા. ગૃહ મંત્રી એક પણ બોલ ચૂક્યા ન હતા અને ચોગ્ગા-છગ્ગાનો વરસાદ થયો હતો.

સેલિબ્રિટી સુપર સિક્સસ ગુજરાતીની પ્રથમ સિક્સ એ સાઈડ સેલિબ્રિટી મેચ હતી. જેમા અમદાવાદ માઈટી સ્ટારના કેપ્ટન અરવિંદ વેગડાએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

સ્ટાર રેન્જર્સ ગાંધીનગરનાં ઓપનર દીપા ત્રિવેદી અને શૌનક્ક વ્યાસ દ્વારા ખુબજ ધીમી શરુઆત રહી હતી. જેમા શૌનક્ક વ્યાસના 15 બોલમાં 14 રન , દીપા ત્રિવેદીનાં 14 બોલમાં માત્ર 1 રન. ટી. ધૈર્યાનાં 5 બોલમાં 16 રન અને વિપુલ નારીગરાના 4 બોલમાં 7 રન ઉપરાંત બીજા એક્સ્ટ્રા રન સાથે ગાંધીનગરની ટીમે 2 વિકેટના નુકસાને 50 રન બનાવી શકી હતી.

જવાબમાં અમદાવાદની ટીમે આ ટાર્ગેટ માત્ર 3.4 ઓવરમા માત્ર 1 જ વિકેટના નુકસનાને મેળવી લીધો હતો. જેમા નિરાલી ઓઝા 7 બોલમાં 4 રન, શાનદાર બેટિંગ સાથ ચેતન દૈયા 11 બોલમાં 31 રન બનાવ્યા હતા. જ્યારે અમદાવાદ માઈટી સ્ટારના કેપ્ટન અમન રાઠોડે 5 રન અને કેપ્ટન અરવિંદ વેગડા 2 રન બનાવીને અણનમ રહ્યા હતા. શાનદાર બેટિંગના બદલ ચેતન દૈયાને હીરો ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો.

સેલિબ્રિટી સુપર સિક્સસની આ પ્રથમ સિઝનમાં સરિતા ગાયકવાડ, અરવિંદ વેગડા, વિપુલ નારીગરા, દીપા ત્રિવેદી, અમન રાઠોડ, ચેતન દૈયા, નિરાલી ઓઝા, ટી. ધૈર્યા , તારિકા ત્રિપાઠી , બંસી રાજપૂત, ગ્રેન્સી કનેરિયા, જ્હાન્વી ચૌહાણ અને ઉર્વશી ગોલ્ટર સેલિબ્રિટી પ્લેયર તરીકે રમ્યા હતા.

હિતુ કનોડિયા અને આરજે જયરાજ, એ પોતાની કોમેન્ટ્રી દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. હાજર સેલિબ્રિટી ખેલાડીઓ અને દર્શકોએ કોમેન્ટ્રીનો આનંદ માણ્યો હતો. સાથે મોના થીબા કનોડિયા, જનક ઠક્કાર, મિતેશ નારીગરા, આર્જવ ત્રિવેદીએ સેલિબ્રિટી પ્લેયર્સને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.



