અમદાવાદમાં પ્રથમવાર ભદ્રકાળી મંદિરમાં નવા રસોડાનું ઉદ્ઘાટન: હવે મંદિર પરિસરમાં જ તૈયાર થશે માતાજીનો રાજભોગ

અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતા મંદિરમાં પ્રથમવાર નવા રસોડાનું ઉદ્ઘાટન કરાયું. મેયર હિતેશ બારોટના હસ્તે લોકાર્પણ બાદ હવે મંદિર પરિસરમાં જ માતાજીનો નિત્ય થાળ, રાજભોગ અને પ્રસાદ તૈયાર કરાશે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 18 Nov 2026 10:39 AM (IST)Updated: Wed, 18 Nov 2026 10:39 AM (IST)
bhadrakali-temple-ahmedabad-new-kitchen-for-rajbhog-inaugurated-by-mayor-hitesh-barot

Bhadrakali Mata Temple Kitchen: અમદાવાદ શહેરના નગરદેવી ભદ્રકાળી માતાજીને ધરાવાતો રાજભોગ પહેલા અન્ય સ્થળેથી તૈયાર થઈને મંદિર સુધી પહોંચાડવામાં આવતો. પરંતુ હવે મંદિર પરિસરમાં જ માતાજીનો રાજભોગ તૈયાર કરીને ધરાવાશે. જે માટે સૌપ્રથમવાર મંદિર પરિસરમાં જ નવા રસોડાનું ઉદ્ધાટન શહેરના મેયર હિતેશ બારોટના હસ્તે કરવામાં આવ્યું છે.

અમદાવાદ મહાનગરપાલિકાના મેયર હિતેશ બારોટ સહિત પદાધિકારીઓએ ખાસ ઉપસ્થિત કરીને નવા રસોડાનું ઉદ્ધાટન કરાવ્યું હતું. આ નવી વ્યવસ્થાથી હવે ભદ્રકાળી માતાને નિત્ય થાળ અને રાજભોગ ધરાવવામાં આવશે. મંદિર પરિસરમાં જ રસોડું કાર્યરત થતા માતાજીનો ભોગ મંદિરમાં શુદ્ધતા અને પવિત્રતા સાથે તૈયાર થશે, જેથી ભકતોને પણ પ્રસાદની શુદ્ધતા અંગે વિશ્વાસ વધશે.

રસોડામાં સ્વસ્છતાનું વિશેષ ધ્યાન

નવા રસોડામાં ભદ્રકાળી માતાજીના નિત્ય થાળ, રાજભોગ અને અન્ય ખાસ તહેવારો અને પૂનમ જેવા દિવસોએ ભક્તો માટેના પ્રસાદની વ્યવસ્થા વધુ સરળ અને સુવ્યવસ્થિત થઈ શકશે. મંદિર ટ્રસ્ટ દ્વારા રસોડામાં સ્વચ્છતા, હાઈજીન અને શુદ્ધ ઘી મસાલાનો ઉપયોગ થાય તેની વિશેષ કાળજી લેવાશે. ઉદ્ઘાટન પ્રસંગે મેયર હિતેશ બારોટ સહિત કોર્પોરેટરો, મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, સાધુ-સંતો અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા

શું કહ્યું મેયર હિતેશ બારોટે

આ પ્રસંગે અમદાવાદ મનપાના મેયર હિતેશ બારોટે જણાવ્યું કે, મંદિરમાં માતાજીને રાજભોગ ધરાવવામાં આવે છે. તેમાં સ્વચ્છતા જળવાય, શુદ્ધતાનું વિશેષ ધ્યાન રહે માટે મંદિર પરિસરમાં જ રસોડાની વ્યવસ્થા શરુ કરાઈ છે.