Bhadarvi Poonam:વિશ્વ પ્રસિદ્ધ ભાદરવી પૂનમ મેળામાં શ્રદ્ધાળુઓની વધારાની ભીડને જોતાં પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા યાત્રીઓની સુવિધા માટે અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલ ટ્રેનનું તલોદ, પ્રાંતિજ, જાદર અને ઈડર તથા નમો ભારત રેપિડ રેલનું વોંઘ સ્ટેશન પર વધારાનું સ્ટોપેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ટ્રેન નંબર 09405/09406 અસારવા-ખેડબ્રહ્મા-અસારવા મેળા સ્પેશિયલ
• ટ્રેન નંબર 09405 અસારવા-ખેડબ્રહ્મા મેળા સ્પેશિયલનો 21 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર 2026 સુધી આગમન/પ્રસ્થાનનો સમય તલોદ સ્ટેશન પર 10.23/10.24 કલાકે, પ્રાતિંજ સ્ટેશન પર 10.38/10.39 કલાકે, જાદર સ્ટેશન પર 11.11/11.12 કલાકે અને ઇડર સ્ટેશન પર 11.31/11.32 કલાકે રહેશે.
• ટ્રેન નંબર 09406 – ખેડબ્રહ્મા-અસારવા મેળા સ્પેશિયલનો 21 સપ્ટેમ્બરથી 01 ઓક્ટોબર 2026 સુધી આગમન/પ્રસ્થાનનો સમય ઇડર સ્ટેશન પર 15.55/15.56 કલાકે, જાદર સ્ટેશન પર 16.05/16.06 કલાકે, પ્રાંતિજ સ્ટેશન પર 16.43/16.44 કલાકે અને તલોદ સ્ટેશન પર 16.57/16.58 કલાકે રહેશે.
ટ્રેન નંબર 94801/94802 નમો ભારત રેપિડ રેલ
• ટ્રેન નંબર 94801 અમદાવાદ-ભુજ નમો ભારત રેપિડ રેલનો 21 થી 23 સપ્ટેમ્બર 2026 સુધી વોંઘ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 21.08/21.09 કલાકે રહેશે.
• ટ્રેન નંબર 94802 ભુજ-અમદાવાદ નમો ભારત રેપિડ રેલનો 22 થી 24 સપ્ટેમ્બર 2026 સુધી વોંઘ સ્ટેશન પર આગમન/પ્રસ્થાનનો સમય 06.43/06.44 કલાકે રહેશે.
આ વધારાના સ્ટોપેજથી ભાદરવી પૂનમ મેળામાં આવનાર-જનારા શ્રદ્ધાળુઓને ઉત્તમ રેલવે કનેક્ટિવિટી અને સુવિધા ઉપલબ્ધ થશે.
ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી માટે સીધી બસ સેવા
ભાદરવી પૂનમ મેળાના અવસર પર ખેડબ્રહ્મા આવનારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે ખેડબ્રહ્મા રેલવે સ્ટેશનથી અંબાજી માટે સીધી બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. યાત્રી રેલવે સ્ટેશનથી સીધા બસ દ્વારા મા અંબેના ધામ અંબાજી પહોંચી શકે છે, જેનાથી તેમને વધારાના રિક્શા ભાડા અને સમયની બચત થશે.
