Bank Strike: તમારા બેંકિંગ કામો અટકી શકે છે! SLBC ગુજરાત દ્વારા જાહેર કરાઈ મહત્વપૂર્ણ એડવાઇઝરી

બેંક હડતાળને લઈને SLBC ગુજરાત દ્વારા એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે. 28, 29 અને 30 સપ્ટેમ્બરના રોજ UFBU ની હડતાળને પગલે કામકાજ પ્રભાવિત થઈ શકે છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Thu, 24 Sep 2026 10:15 AM (IST)Updated: Thu, 24 Sep 2026 10:15 AM (IST)
bank-strike-in-gujarat-slbc-bank-of-baroda-advisory-september-details

Gujarat Bank Strike: ગુજરાત રાજ્ય સ્તરીય બેન્કર્સ સમિતિ (SLBC – ગુજરાત) અને તેના સંયોજક 'બેન્ક ઓફ બરોડા' દ્વારા તમામ બેન્ક ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ જાહેર સૂચના બહાર પાડવામાં આવી છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયન્સ (UFBU) દ્વારા તા. 28, 29 અને 30 સપ્ટેમ્બર 2026ના રોજ સંભવિત રાષ્ટ્રવ્યાપી બેન્ક હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આમ, સતત ત્રણ દિવસ સુધી બેન્કની શાખાઓ અને કાર્યાલયોમાં નિયમિત સેવાઓ પ્રભાવિત થવાની પૂર્ણ સંભાવના છે.

આ તારીખ સુધી બેન્કિંગ કામો પૂર્ણ કરવા?

આ સંદર્ભે ગ્રાહકોને પડનારી સંભવિત અસુવિધા ઓછી થાય તે હેતુથી તમામ બેન્કો દ્વારા જરૂરી વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. છતાં પણ, નાણાકીય લેવડ-દેવડ સરળતાથી થઈ શકે તે માટે SLBC – ગુજરાત દ્વારા ગ્રાહકોને જરૂરી સૂચનો કરવામાં આવ્યા છે. જેમાં તમામ મહત્વપૂર્ણ બેન્કિંગ કે ચેક ક્લિયરિંગ સંબંધિત કામકાજ તા. 25 સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ કરી લેવા.

SLBC અને BOBનો ગ્રાહકોને અનુરોઘ

આગામી દિવસોની રોકડ જરૂરિયાતનું અગાઉથી આયોજન કરવું અને જરૂર મુજબ ATM અથવા કેશ રિસાયકલર મશીનનો ઉપયોગ કરવો. આ ઉપરાંત શાખાની મુલાકાત લીધા વિના વ્યવહારો પૂરા કરવા માટે ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ, UPI અને ATM જેવા ડિજિટલ માધ્યમોનો મહત્તમ ઉપયોગ કરવા SLBC તેમજ સંયોજક બેન્ક ઓફ બરોડા દ્વારા તમામ ગ્રાહકોને અનુરોધ કરવામાં આવ્યો છે.