Western Railway Update: પશ્ચિમ રેલવે દ્વારા મુંબઈના બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 5 પર સિમેન્ટ કોંક્રિટ (CC) એપ્રનના સમારકામ અને પુનઃનિર્માણ માટે 1 ડિસેમ્બર, 2026થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી 75 દિવસનો ટ્રાફિક બ્લોક લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના કારણે અનેક મેલ અને એક્સપ્રેસ ટ્રેનોના પ્રારંભિક તેમજ અંતિમ સ્ટેશનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેટલીક ટ્રેનો બાંદ્રા ટર્મિનસને બદલે દાદર અથવા બોરીવલીથી ઉપડશે.
બાંદ્રા ટર્મિનસ પર 75 દિવસનો મેગા બ્લોક
પશ્ચિમ રેલવે દ્વારા બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 5 પર સિમેન્ટ કોંક્રિટ (CC) એપ્રનનું સમારકામ અને પુનઃ નિર્માણ કરવામાં આવશે. આ કામ માટે 1 ડિસેમ્બર, 2026 થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રાફિક બ્લોક લેવામાં આવશે.
આ કામગીરીના કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મુસાફરોને અસુવિધા ન થાય તે માટે રેલવે વિભાગ દ્વારા ટ્રેનોના પ્રારંભિક અને અંતિમ સ્ટેશનમાં કરવામાં આવેલા ફેરફારોની વિગતો જાહેર કરવામાં આવી છે.
બાંદ્રા ટર્મિનસને બદલે દાદરથી દોડનારી ટ્રેનો
1. ટ્રેન નંબર 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
30 નવેમ્બર, 2026 થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 22956 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસને બદલે દાદર સ્ટેશન પર જ તેની મુસાફરી પૂર્ણ કરશે.
2. ટ્રેન નંબર 22955 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ
1 ડિસેમ્બર, 2026 થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 22955 બાંદ્રા ટર્મિનસ-ભુજ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસને બદલે દાદર સ્ટેશનથી ઉપડશે. આ ટ્રેન દાદરથી સાંજે 5:40 વાગ્યે પ્રસ્થાન કરશે.
3. ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ
30 નવેમ્બર, 2026 થી 11 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 22904 ભુજ-બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ બાંદ્રા ટર્મિનસને બદલે બોરીવલી સ્ટેશન પર જ તેની મુસાફરી પૂર્ણ કરશે.
દાદરને બદલે બાંદ્રા ટર્મિનસથી ઉપડનારી ટ્રેનો
ટ્રાફિક બ્લોકને કારણે કેટલીક ટ્રેનોના સંચાલનમાં વિપરીત ફેરફાર કરવામાં આવ્યો છે. આ ટ્રેનો દાદરને બદલે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અથવા બાંદ્રા ટર્મિનસ પર જ મુસાફરી પૂર્ણ કરશે.
1. ટ્રેન નંબર 12990 અજમેર-દાદર એક્સપ્રેસ
2 ડિસેમ્બર, 2026 થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 12990 અજમેર-દાદર એક્સપ્રેસ દાદરને બદલે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર જ તેની મુસાફરી પૂર્ણ કરશે.
2. ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસ
3 ડિસેમ્બર, 2026 થી 13 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 12989 દાદર-અજમેર એક્સપ્રેસ દાદરને બદલે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી બપોરે 2:55 વાગ્યે પ્રસ્થાન કરશે.
3. ટ્રેન નંબર 12489 શ્રી ગંગાનગર-દાદર એક્સપ્રેસ
1 ડિસેમ્બર, 2026 થી 9 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 12489 શ્રી ગંગાનગર-દાદર એક્સપ્રેસ દાદરને બદલે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર જ તેની મુસાફરી પૂર્ણ કરશે.
4. ટ્રેન નંબર 12490 દાદર-શ્રી ગંગાનગર એક્સપ્રેસ
2 ડિસેમ્બર, 2026 થી 10 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 12490 દાદર–શ્રી ગંગાનગર એક્સપ્રેસ દાદરને બદલે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી બપોરે 2:55 વાગ્યે પ્રસ્થાન કરશે.
5. ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી-દાદર એક્સપ્રેસ
30 નવેમ્બર, 2026 થી 11 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 20483 ભગત કી કોઠી-દાદર એક્સપ્રેસ દાદરને બદલે બાંદ્રા ટર્મિનસ સ્ટેશન પર જ તેની મુસાફરી પૂર્ણ કરશે.
6. ટ્રેન નંબર 20484 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ
1 ડિસેમ્બર, 2026 થી 12 ફેબ્રુઆરી, 2027 સુધી ટ્રેન નંબર 20484 દાદર-ભગત કી કોઠી એક્સપ્રેસ દાદરને બદલે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે. આ ટ્રેન બાંદ્રા ટર્મિનસથી બપોરે 2:55 વાગ્યે પ્રસ્થાન કરશે.
મુસાફરોને ટ્રેનના સ્ટેશનની વિગતો તપાસવા અપીલ
બાંદ્રા ટર્મિનસના પ્લેટફોર્મ નંબર 5 પર સમારકામ અને પુનઃનિર્માણની કામગીરીને કારણે 75 દિવસ સુધી ટ્રેનોના સંચાલનમાં ફેરફારો અમલમાં રહેશે. પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે, ઉપરોક્ત ફેરફારોની નોંધ લે અને તે મુજબ પોતાની મુસાફરીનું આયોજન કરે. ખાસ કરીને ટિકિટ બુક કરાવનારા મુસાફરોએ ટ્રેનના બદલાયેલા પ્રારંભિક અને અંતિમ સ્ટેશનની વિગતો તપાસી લેવી જરૂરી છે.
