અમદાવાદ-મુંબઇ વચ્ચે વધુ એક વંદે ભારતની શરૂઆત કરવાની જાહેરાત રેલ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. હાલ ગાંધીનગર-મુંબઇ વચ્ચે એક વંદે ભારત ટ્રેનનુ સંચાલન થઈ રહ્યું છે. આ ટ્રેન ગાંધીનગરથી બપોરે વાયા અમદાવાદ થઈને ચાલી રહી છે. જોકે મુસાફરોની માગ અને ધસારાના પગલે અમદાવાદથી સવારના સમયે વંદે ભારત દોડાવાનો નિર્ણય લેવાયો છે. સવારે મુંબઇ તરફ જનારાઓની સંખ્યા વધુ હોવાને પગલે મુંબઇ તરફના રૂટ પર મુસાફરોના ધસારો રહે છે. આગામી 12 માર્ચે વડાપ્રધાન મોદી વર્ચ્યુઅલી લીલીઝંડી બતાવી આ નવી ટ્રેનનો શુભારંભ કરાવશે.
અમદાવાદ-જામનગર વંદે ભારત ટ્રેન દ્વારકા સુધી દોડશે
જામનગરથી અમદાવાદ વચ્ચે દોડતી વંદે ભારત ટ્રેન હવે દ્વારકા સુધી લંબાવાઈ છે. આ ટ્રેન સવારે વહેલી સવારે 4 વાગ્યે દ્વારકાથી ઉપડીને 10 વાગે અમદાવાદ પહોંચશે અને સાંજના 6 વાગે અમદાવાદથી ઉપડીને રાત્રે 12 કલાકે દ્વારકા પહોંચશે.
અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેનનો ટાઈમ ટેબલ
- અમદાવાદથી સવારે 6.10 કલાકે ઉપડશે
- વડોદરા 7.06
- સુરત 8.30
- વાપી 9.33
- બોરીવલી 10.59
- MMCT 11.35
મુંબઈથી અમદાવાદ આવતી વંદે ભારતનો ટાઈમટેબલ
- મુંબઇ સેન્ટ્રલ (MMCT)થી બપોરે 3.25 કલાકે ઉપડશે
- બોરીવલી 4.26
- વાપી 5.53
- સુરત 6.55
- વડોદરા 8.21
- અમદાવાદ 9.25
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
