કેન્દ્રિય મંત્રી અમિત શાહ ગુજરાતમાં, અમદાવાદ ખાતે 'મિશન 5 મિલિયન ટ્રી' અભિયાનનો કરાવ્યો પ્રારંભ

અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનની સફળતા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, પર્યાવરણ જાળવણી હવે માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ સામાન્ય જનતાનો પણ સંકલ્પ બની ગયો છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 12 Jul 2026 12:01 PM (IST)Updated: Sun, 12 Jul 2026 12:01 PM (IST)
amit-shah-launches-mission-5-million-tree-campaign-in-ahmedabad

Ahmedabad News: કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે. રાજ્યના પ્રવાસ દરમિયાન આજે અમિત શાહે અમદાવાદ ખાતે 'મિશન 5 મિલિયન ટ્રી' અભિયાન હેઠળ વૃક્ષારોપણનો પ્રારંભ કરાવ્યો હતો. આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યાં હતા. અમિત શાહે શહેરના કરોડો રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું પણ ઉદઘાટન કર્યું હતું.

અમિત શાહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'એક પેડ મા કે નામ' અભિયાનની સફળતા પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે, પર્યાવરણ જાળવણી હવે માત્ર સરકારી કાર્યક્રમ નથી, પરંતુ સામાન્ય જનતાનો પણ સંકલ્પ બની ગયો છે. રાજ્ય સરકાર, મુખ્યમંત્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ભાજપના કાર્યકરોના સહયોગથી 1.25 crore વૃક્ષો વાવવાનું લક્ષ્ય ઝડપથી પૂરું થઈ રહ્યું છે. આ ઝુંબેશ હવે સાચા અર્થમાં લોક આંદોલન બની ગઈ છે.

 

તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અંદાજે 167,000 નાગરિકો આજે પોતપોતાની સોસાયટીઓ અને રહેણાંક વિસ્તારોમાં વૃક્ષો વાવી રહ્યા છે. આટલી મોટી સંખ્યામાં લોકોની સહભાગિતા આ અભિયાનને નવી ઊંચાઈએ લઈ જશે. વડાપ્રધાન દ્વારા આપવામાં આવેલા ગ્રીન ઇન્ડિયાના આહવાનને ગુજરાતના નાગરિકોએ હોંશભેર સ્વીકારી લીધું છે. વૃક્ષારોપણની આ પ્રવૃત્તિ આવનારી પેઢીઓ માટે સ્વસ્થ વાતાવરણ તૈયાર કરવામાં મદદરૂપ થશે.

વિકાસલક્ષી પ્રોજેક્ટ્સની ભેટ વૃક્ષારોપણની સાથે અમિત શાહે અમદાવાદના પાયાના માળખાને મજબૂત કરતા વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું હતું. મંચ પરથી તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રાજ્ય વહીવટીતંત્રની કામગીરીની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું કે વિકાસ અને હરિયાળી સાથે ચાલે તે જ સાચું પ્રગતિશીલ રાજ્ય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ પ્રસંગે સંબોધન કર્યું હતું. તેમણે અમદાવાદને દેશનું સૌથી હરિયાળું શહેર બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં કેન્દ્રીય ગૃહમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્ય મંત્રીમંડળના સભ્યો, ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.