Sponge Park Ahmedabad: હવે અમદાવાદ મ્યુનિસિપલે જે વિસ્તારમાં વરસાદી પાણી ભરાય છે ત્યાં સ્પોન્જ પાર્ક બનાવવાનું આયોજન હાથ ધરાયું છે. આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ વાસણા, વેજલપુર, બોડકદેવ સહિત પાંચ જગ્યા પર સ્પોન્જ પાર્ક બનાવવામાં આવશે. આ સ્પોન્જ પાર્ક વરસાદી પાણીને જમીનમાં ઉતારશે એવી રીતે ડિઝાઇન કરવામાં આવશે.
શહેરમાં પાંચ જગ્યા પર બનશે
આ પ્રકારના સ્પોન્જ પાર્ક ચીન, જાપાન, ઇઝરાયલ સહિતના દેશોમાં જોવા મળે છે. તેમજ ભારતમાં ચેન્નઈમાં પણ છે. અમદાવાદમાં પાંચ જગ્યાએ સ્પોન્જ પાર્ક પાછળ અંદાજે 6.5 કરોડનો ખર્ચ કરવામાં આવશે.
અધિકારીનું નિવેદન
અધિકારીએ સ્પોન્જ પાર્ક અંગે માહિતી આપતા જણાવ્યું કે, શહેરમાં જ્યાં પાણી ભરાય છે ત્યાં પાણીની લાઈન નાખી સ્પોન્જ પાર્કમાં વરસાદી પાણી લાવવામાં આવશે. જે જમીનમાં નીચે ઉતરી ગ્રાઉન્ડ વોટરને રિચાર્જ કરશે. ચોમાસામાં સ્પોન્જ પાર્ક લોકો માટે બંધ કરાશે. જ્યારે શિયાળા અને ઉનાળાની સિઝનમાં સ્પોન્જ પાર્કને ખુલ્લો મૂકવામાં આવશે.
આ સ્થળ પર બનશે સ્પોન્જ પાર્ક
| વોર્ડ | ખર્ચ | જગ્યા |
| વાસણા | 1.42 કરોડ | 3400 |
| વેજલપુર | 1.56 કરોડ | 5800 |
| બોડકદેવ | 0.78 લાખ | 3100 |
| ઓઢવ | 0.99 લાખ | 2500 |
| વટવા | 1.71 કરોડ | 10.600 |
