અમદાવાદ: મચ્છરના ઉપદ્રવ સામે AMCની કડક કાર્યવાહી, 9 કન્સ્ટ્રક્શન સાઈટ સીલ; 80 સાઈટને નોટિસ અને દંડ

અમદાવાદ મનપાની ટીમોને તપાસ દરમિયાન કન્સ્ટ્રક્શન સાઈટ પર મચ્છરોના બ્રિડિંગ મળી આવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Fri, 11 Sep 2026 11:09 AM (IST)Updated: Fri, 11 Sep 2026 11:09 AM (IST)
amc-seals-9-construction-sites-for-mosquito-breeding-penalty-ahmedabad
Ahmedabad Corporation Office

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા અને મચ્છરોના ઉપદ્રવને અટકાવવાના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા ગુરુવારના રોજ શહેરભરમાં તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન વિવિધ કન્સ્ટ્રક્શન સાઈટ પર મચ્છરોના બ્રિડિંગ મળી આવતા AMC દ્વારા 9 બાંધકામ સાઈટને સીલ કરી દેવામાં આવી છે.

80 સાઈટને નોટિસ અને 2.8 લાખનો દંડ ફટકાર્યો

મચ્છરોના બ્રિડિંગ અટકાવવા માટેના જરૂરી નિયમો અને સલામતીના ઉપાયોનું ઉલ્લંઘન કરનાર કન્સ્ટ્રક્શન સાઈટ સામે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન 9 સાઈટને સીલ કરવા ઉપરાંત અન્ય 80 બાંધકામ સાઈટને કડક નોટિસ પાઠવી અને કુલ 2.8 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો છે.

સીલ કરવામાં આવેલી 9 કન્સ્ટ્રક્શન સાઈટના નામ

AMC હેલ્થ ડિપાર્ટમેન્ટ દ્વારા તપાસ દરમિયાન મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલી 9 કન્સ્ટ્રક્શન સાઇટ્સને સીલ કરવામાં આવી છે:

  1. અતિથિ પ્રાઈમ (Atithi Prime): વટવા
  2. ઝેનબ (Zainab): લાંભા
  3. શ્રીજી પેલેસ (Shreeji Palace): વસ્ત્રાલ
  4. સત્ય પ્રાઈડ (Satya Pride): નિકોલ
  5. એરોઝોન (Aerozone): ગોતા
  6. કોપ્રાન ગ્રીન (Copran Green): ગોતા
  7. કૌટિલ્ય 220 (Kautilya 220): થલતેજ
  8. એરિસ્ટો આયામ (Aristo Aayam): બોડકદેવ
  9. અલ અહમદ પેસિફિક (Al Ahmad Pacific): સરખેજ