અમદાવાદવાસીઓ માટે મોટા સમાચાર: મોટેરા સ્ટેડિયમની આસપાસ આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓ ઊભી કરવા AMCનો ધમધમાટ

અમદાવાદ શહેરમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ અને વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સને ધ્યાને રાખીને અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દીધો છે

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 14 Oct 2026 09:00 AM (IST)Updated: Wed, 14 Oct 2026 09:00 AM (IST)
amc-sardar-patel-sports-enclave-sabarmati-tp-scheme-23-land-use-change-olympics-preparations

Ahmedabad News: અમદાવાદ શહેરમાં વર્ષ 2030માં કોમનવેલ્થ ગેમ અને વર્ષ 2036માં ઓલિમ્પિક ગેમ્સને ધ્યાને રાખીને અમદાવાદ મહાનગરપાલિકાએ તૈયારીઓનો ધમધમાટ શરુ કરી દીધો છે .આ મહત્વકાંક્ષી રમતોત્સવની તૈયારીઓના ભાગરુપે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પાસે આકાર લઈ રહેલા સરદાર પટેલ સ્ટોર્ટ્સ એન્કલેવ અંગે મહત્વની તૈયારીઓ શરુ કરી છે.

60 વર્ષ જૂની સાબરમતી ટી.પી સ્કીમમાં સુધારો

અમદાવાદ મનપા દ્વારા સાબરમતી ટી.પી સ્કીમ 23માં સમાવિષ્ટ 23માં સમાવિષ્ટ 5,68 હેક્ટરથી વધુ જમીન ધરાવતા આઠ અલગ અલગ હેતુના ફાઈનલ પ્લોટના ઉપયોગમાં બદલાવ કરવામાં આવ્યો છે. હવે આ તમામ 7 પ્લોટોને સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના હેતુ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. જેથી સ્પોર્ટ્સ એન્કલેવના નિર્માણને નવો વેગ મળી શકે.

નોંધનીય છે કે, 19 સપ્ટેમ્બર 1966ના રોજ ગુજરાત સરકારે આ ટીપી સ્કીમના ડ્રાફ્ટને મંજૂરી આપી હતી. સામાન્યપણે 4થી 5 વર્ષમં ફાઈનલ થતી ટીપી સ્કીમ છ દાયકા બાદ હજુ સુધારાના તબક્કે છે અને તેમાં આ પાંચમો સુધારો કરાયો છે. આ ફેરફારને 28 સપ્ટેમ્બરના રોજ મનપા બોર્ડની બેઠકમાં મંજૂરી આપી દેવામાં આવી છે.

સાબરમતી અને મોટેરામાં મેગા ડીમોલિશન

શહેરમાં ભવિષ્યમાં આયોજિત થનારાં ખેલોત્સવ માટે માળખાકીય સુવિધાઓ વધારે મજબૂત કરવા અંગે સાબરમતી ટોલનાકાથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ તરફ જતાં 18 મીટરના રોડને 24 મીટર સુધી પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ માર્ગ પર આવેલા 50 જેટલા મકાનો પર બુલડોઝર ફેરવીને તોડી પાડવામાં આવ્યું છે. જ્યારે વધારે 26 મકાનો તોડી પાડવાની કામગીરી હાથ ધરાઇ છે. તમામ અસરગ્રસ્તોને વૈકલ્પિક આવાસ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.

કયા કયા વિસ્તારોને ટી.પી. સ્કીમ આવરી લે છે?

સાબરમતી ટી.પી. સ્કીમ નંબર-23 મુખ્યત્વે સાબરમતી, રાણીપ અને સ્ટેડિયમ વોર્ડના વિસ્તારોને આવરી લે છે તેમજ મોટેરાના નોન-ટી.પી. એરિયાને સ્પર્શે છે. તેની આસપાસ ટી.પી. સ્કીમ-3 (રાણીપ), ટી.પી. સ્કીમ-20 (ચાંદખેડા-કાળી), ટી.પી. સ્કીમ-21 (મોટેરા) અને ટી.પી. સ્કીમ-28 (નવા વાડજ) આવેલી છે. મેગા સ્પોર્ટ્સ ઈવેન્ટ્સ માટે આસપાસના વિસ્તારોમાં મોટાપાયે આયોજનબદ્ધ રોડ નેટવર્ક અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું છે, જેથી અમદાવાદ આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે સંપૂર્ણ સજ્જ થઈ શકે.