અંબાલાલ પટેલની આગાહીઃ સપ્ટેમ્બરના અંત સુધી મેઘાવી માહોલ છવાયેલો રહેશે, હજુ 2 દિવસ ગુજરાતમાં અણધાર્યા વરસાદની શક્યતા

અંબાલાલ પટેલે ગુજરાતમાં 19 સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે, જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર સહિત વિવિધ વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની શક્યતા છે. તેમણે 22 સપ્ટેમ્બર આસપાસ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ અને ઓક્ટોબરથી ડિસેમ્બર સુધી ચક્રવાતની પણ સંભાવના વ્યક્ત કરી છે, જે સપ્ટેમ્બરને વરસાદી બનાવશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Sep 2026 09:41 PM (IST)Updated: Wed, 16 Sep 2026 09:41 PM (IST)
ambalal-patel-rain-forecast-unexpected-heavy-rainfall-warning-in-gujarat-till-september-19

Ambalal Patel Rain Forecast: ગુજરાતમાં લગભગ સવા મહિના લાંબા વરસાદના વિરામ બાદ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમ સક્રિય થતાં રવિવારથી રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. એવામાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે.

હજુ 19 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં મેઘાવી માહોલ રહેશે

અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં જ ગુજરાત પરથી એક મોટી વરસાદી સિસ્ટમ પસાર થઈ હતી, જેની પાછોતરી અસર હજુ પણ વર્તાઈ શકે છે. જેના ભાગરૂપે 19 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે.

જેમાં 17 સપ્ટેમ્બરની આસપાસ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. આ સિવાય 19મી તારીખ સુધી ઉત્તર ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા ભાગોમાં અણધાર્યો હળવોથી ભારે વરસાદ પડી શકે છે.

બંગાળની ખાડીમાં મજબૂત સિસ્ટમ અને સાયક્લોનની શક્યતા

વધુમાં હવામાન નિષ્ણાંતે જણાવ્યું કે, આગામી 22 સપ્ટેમ્બરની આસપાસ બંગાળની ખાડીમાં વધુ એક મજબૂત સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ આગળ જતાં ચક્રવાત કે સુપર સાયક્લોનમાં ફેરવાઈ તેવી શક્યતા છે. જો આ સિસ્ટમનો માર્ગ મધ્ય પ્રદેશ થઈને ગુજરાત તરફ આવે, તો રાજ્યમાં ફરીથી વરસાદી માહોલ જામશે. આમ આ સિસ્ટમોના કારણે સમગ્ર સપ્ટેમ્બર મહિનો હજુ પણ વરસાદ વાળો રહેવાની સંભાવના છે.

હસ્ત નક્ષત્રમાં સારા વરસાદના સંકેત

આગામી 25 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર વચ્ચે હસ્ત નક્ષત્રમાં સારો વરસાદ થવાની શક્યતા છે. ખેડૂતો માટે હસ્ત નક્ષત્રનો વરસાદ ખૂબ જ મહત્ત્વનો ગણાય છે, કારણ કે આ સમયગાળામાં થતો વરસાદ આગામી વર્ષના સારા કોલ તરીકે જોવામાં આવે છે. આ ઉપરાંત ઓક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન સાયક્લોનનો ભય હવાના હળવા દબાણ ઊભા થવાના કારણે ઓક્ટોબર માસમાં પણ ક્યાંક-ક્યાંક વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે

18 ઓક્ટોબર બાદ બંગાળની ખાડી ફરી સક્રિય થઈ શકે છે અને ડિસેમ્બર સુધીમાં બંગાળની ખાડી તેમજ અરબ સાગરમાં ભારે ચક્રવાત કે સુપર સાયક્લોન સર્જાવાની શક્યતાઓ રહેલી છે.