રાજ્યસભા સાંસદ ગોવિંદ ધોળકિયાનો ડીપફેક વીડિયો બનાવી ઠગાઈ, સુરત પોલીસે હરિયાણાથી 'મેવાતી ગેંગ'ના બે સાયબર ગઠિયાઓને દબોચ્યા

આરોપીઓએ સોશિયલ મીડિયા પરથી સાંસદની તસવીરો લઈને તેમના નામે બોગસ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પેજ બનાવ્યા. આટલું જ નહીં, ગોવિંદ ધોળકિયાના નામે વોટ્સએપ એકાઉન્ટ ઉપરાંત બોગસ આધારકાર્ડ અને પાનકાર્ડ પણ બનાવ્યા હતા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 16 Sep 2026 08:46 PM (IST)Updated: Wed, 16 Sep 2026 08:46 PM (IST)
mp-govind-dholakia-deepfake-case-surat-police-arrest-2-from-haryana-mewati-gang

Surat: રાજ્યસભાના સાસંદ ગોવિંદ ધોળકિયાના નામ, ફોટો અને વીડિયોનો દુરુપયોગ કરી બનાવટી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ તથા વોટ્સએપ એકાઉન્ટ મારફતે ઓલ્ડ કોઇન નામે અલગ-અલગ લોકો સાથે સાયબર છેતરપિંડી આચરતા મેવાતી ગેંગના બે સાગરિતોને સુરત સાયબર સેલની ટીમે હરિયાણા ખાતેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, રાજ્યસભાના સાસંદ અને જાણીતા ઉઘોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાના નામ, ફોટોગ્રાફ અને ઓળખનો ગેર ઉપયોગ કરી OLD COIN COMPANY નામે બનાવટી ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ તેમજ પેજ તથા ગોવિંદભાઈ નામથી વોટ્સએપ એકાઉન્ટ બનાવી લોકોને જૂના ચલણી સિક્કા/નોટોના બદલામાં લાખો કરોડો રૂપિયા મળશે તેવી લાલચ આપવામાં આવતી હતી.

લોકોને વિશ્વાસમાં લેવા સાંસદના નામ અને ફોટોગ્રાફનો ઉપયોગ કરી બનાવટી આધારકાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખ દસ્તાવેજો તેમજ પ્રચારાત્મક ફોટો વીડિયોને ઉપયોગ કરવામાં આવતો હતો. જે બાદ રજીસ્ટ્રેશન ફી, વેરીફીકેશન ફી, આરબીઆઈ ચાર્જ તથા ડિલેવરી ચાર્જ જેવા અલગ અલગ બહાના હેઠળ રકમ મેળવી સાયબર છેતરપિંડી આચરવામાં આવતી હતી.

આ મામલે સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમ્યાન આરોપીઓ દ્વારા હરિયાણા ખાતેથી ગુનો આચરવામાં આવતો હોવાની માહિતી સામે આવતા પોલીસની એક ટીમ હરિયાણા પહોંચી હતી અને ત્યાં વેશ પલટો કરી સ્થાનિક વિસ્તારમાં ગુપ્ત રીતે વોચમાં રહી ત્યાંથી બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા

આ બનાવમાં હરિયાણા ખાતેથી સુરત સાયબર સેલની ટીમે પરવેજ આરીફકુમેદાન (ઉ.25) અને ઈરસાદ કુમેદાનસમ્મુ (ઉ.30) ને ઝડપી પાડ્યા હતા. પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ સૌ પ્રથમ સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ ગોવિંદભાઈ ધોળકીયાના ફોટોગ્રાફ મેળવી લીધા હતા. જે બાદ તેમના નામે બોગસ ફેસબુક, ઈન્સ્ટાગ્રામ પ્રોફાઇલ અને પેજ બનાવ્યા હતા, તેમજ ગોવિંદભાઈ નામથી બનાવટી વોટ્સએપ એકાઉન્ટ બનાવ્યું હતું. આટલું જ નહીં, સાંસદના નામનું બનાવટી આધારકાર્ડ અને પાન કાર્ડ બનાવ્યું હતું.

જે બાદ તેઓએ જૂના ચલણી સિક્કા/નોટોના બદલામાં લાખો કરોડો રૂપિયા મળશે તેવી સાંસદ ગોવિંદભાઈ ધોળકિયાનો ડીપ ફેક વીડિયો ચેટ જીપીટી મારફતે તૈયાર કરી સોશિયલ મીડિયામાં સાંસદના નામે બનાવેલા એકાઉન્ટ પર પ્રસારિત કરતા હતા. તેમજ આ પોસ્ટ આધારે કોઈ વ્યક્તિ સંપર્ક કરે, ત્યારે પકડાયેલા આરોપીઓ ગોવિંદભાઈ નામના વોટ્સએપ એકાઉન્ટ મારફતે વાતચીત કરી પોતે ગોવિંદભાઈ ધોળકિયા બોલતા બોલતા હોવાની ઓળખાણ આપી જૂના સિક્કા/ નોટોની ખૂબ મોટી કિંમત હોવાનું જણાવી લોકોને વિશ્વાસમાં લેતા હતા

જે બાદ જૂના સિક્કા નોટોની મોટી રકમ મેળવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાના બહાને રજીસ્ટ્રેશન ફી, વેરીફીકેશન ફી, આરબીઆઈ ચાર્જ તથા ડિલેવરી ચાર્જ જેવા અલગ અલગ ચાર્જ ભરવાનું જણાવી અલગ અલગ બેંક એકાઉન્ટ, યુપીઆઈ આઈ અને ક્યુઆર કોડ મારફતે રકમ મેળવતા હતા

પોલીસ તપાસ દરમ્યાન પકડાયેલા આરોપી પરવેજ આરીફકુમેદાનના સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના એકાઉન્ટમાં ક તા.02/05/2025 થી 21/01/2026 સુધીમાં 4,39,986 રૂપિયાના ટ્રાન્જેક્શનો થયા છે તેમજ આરોપી ઈરસાદ કુમેદાનસમ્મુના સ્ટેટ બેંક ઈન્ડિયાના એકાઉન્ટમાં તા.30/08/2025 થી 29/09/2026 સુધીમાં 3,49,904 રૂપિયાના ટ્રાન્જેક્શન થયા છે.

વધુમાં અટક કરેલા આરોપીઓ પાસેથી અલગ અલગ બેંકના કુલ 10 બેંક એકાઉન્ટો મળી આવ્યા છે જે એન.સી.સી.આર.પી.પોર્ટલ પર ચેક કરતા ચાર બેંક એકાઉન્ટ પર અલગ અલગ રાજ્યોમાં 9 ફરિયાદો થઈ છે જેમાં 9,64,95,464 રૂપિયાની છેતરપિંડી થઈ છે.