Surat News: સુરતની લાજપોર જેલમાં હત્યાના ગુનામાં કેદ આરોપી શંભુલાલ આડાએ આજે 3 નવેમ્બર, મંગળવારના રોજ જેલના બાથરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. નોંધનીય છે કે, ગતરોજ કોર્ટ દ્વારા હત્યાના કેસમાં ગુનેગારને દોષિત ઠેરવી સજા સંભળાવી હતી.
કોર્ટ દ્વારા સજાના એલાન બાદ જ ગુનેગારે આ આત્યંતિક પગલું ભરી લેતા જેલ પ્રશાસનમાં દોડધામ મચી હતી. બનાવની જાણ થતાં જ સચિન પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ (PM) અર્થે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
