Ambalal Patel Agahi, Gujarat Weather Forecast: ગુજરાતમાં ગણેશ ઉત્સવ વચ્ચે નવરાત્રીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગરબા પ્રેમીઓ માટે ચિંતાજનક આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, આ વર્ષે નવરાત્રી દરમિયાન વરસાદ થવાની સંભાવના છે. મહત્ત્વનું છે કે, આ આગાહી ગરબાનું આયોજન કરનારાઓ અને ખેલૈયાઓ માટે ચિંતા વધારી શકે છે.
અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ, આગામી 18થી 30 સપ્ટેમ્બર દરમિયાન બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જેના કારણે નવરાત્રીના દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ રહેશે. ચોમાસું સપ્ટેમ્બરના અંત સુધી ગુજરાતમાં સક્રિય રહેશે અને ત્યારબાદ જ વિદાય લેશે.
અંબાલાલ પટેલે જણાવ્યું કે, આગામી 23 સપ્ટેમ્બર પછી એટલે કે નવરાત્રીના બીજા દિવસથી રાજ્યમાં તાપમાનમાં વધારો થશે. ઓક્ટોબર મહિનામાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવવાની પણ શક્યતા છે.