અમદાવાદમાં પોલીસ બેડમિન્ટન ટૂર્નામેન્ટ વચ્ચે ખેલાડીઓની હેરિટેજ વોક, ઐતિહાસિક વારસાની લીધી મુલાકાત

દેશભરમાંથી આવેલા પોલીસ ખેલાડીઓ અમદાવાદમાં હેરિટેજ વોકનો આનંદ માણી પ્રભાવિત થયા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 24 Nov 2026 03:50 PM (IST)Updated: Tue, 24 Nov 2026 03:50 PM (IST)
all-india-police-badminton-cluster-2026-players-on-ahmedabad-heritage-walk

Ahmedabad News: અમદાવાદના નારણપુરા સ્થિત વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે ત્રીજી ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ક્લસ્ટર 2026-27 યોજાઈ રહી છે. જેમાં ભાગ લેવા દેશભરમાંથી પોલીસ ખેલાડીઓ અને અધિકારીઓ અમદાવાદના મહેમાન બન્યા છે. જેના અંતર્ગત આજે 24 નવેમ્બર, મંગળવારના રોજ વહેલી સવારે એક વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2026

ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ટૂર્નામેન્ટ 2026 માં ભાગ લેવા માટે દેશના વિવિધ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંથી ખેલાડીઓ તથા અધિકારીઓ અમદાવાદ આવ્યા છે. આ દરમિયાન આજે એક વિશેષ હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

ખેલાડીઓ માટે વિશેષ હેરિટેજ વોકનું આયોજન

આ હેરિટેજ વોકમાં સૌ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેદાન પરના રોમાંચક મુકાબલાની સાથે સાથે ખેલાડીઓએ વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદના ઐતિહાસિક સ્થાપત્યો, ભવ્ય વારસા અને સમૃદ્ધ સંસ્કૃતિને નજીકથી નિહાળવાનો લ્હાવો લીધો હતો.

ગુજરાત પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલા આ સુંદર આયોજનથી અન્ય રાજ્યોમાંથી આવેલા ખેલાડીઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા. આ પ્રવાસે ખેલાડીઓમાં તાજગીનો સંચાર કરવાની સાથે 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.