Ahmedbaad Demolition: અમદાવાદના ચંડોળામાં સતત ત્રીજા દિવસે ડિમોલિશનઃ ગની પથ્થરવાળાના ગેરકાયદે બાંધકામો તોડી પડાયા

નાના ચંડોળા તળાવ, મિલ્લતનગર પાસે ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. મિલ્લતનગર નજીક ગની પથ્થરવાળાએ પાંચ જેટલી દુકાનો સહિતના ગેરકાયદે બાંધકામો ખડકી દીધા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 01 May 2025 12:17 PM (IST)Updated: Thu, 01 May 2025 12:17 PM (IST)
ahmedbaad-news-chandola-demolition-continues-for-third-day-illegal-structures-demolished

Demolition in Ahmedbaad: અમદાવાદના ચંડોળા વિસ્તારમાં સતત ત્રીજા દિવસે પણ ડિમોલિશનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે.ગત બે દિવસમાં 4 હજારથી વધુ ગેરકાયદે બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા. આજે નાના ચંડોળા તરીકે ઓળખાતા વિસ્તારમાં દબાણો દૂર કરવામાં આવી રહ્યાં છે. પથ્થર ગનીવાલાએ ખડકી દીધેલા ગેરકાયદે બાંધકામો અને લેબર કોલોનીને દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી રહી છે. સુરક્ષાના ભાગરુપે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

નાના ચંડોળા તળાવ, મિલ્લતનગર પાસે ગેરકાયદે બાંધકામો તોડવામાં આવી રહ્યાં છે. મિલ્લતનગર નજીક ગની પથ્થરવાળાએ પાંચ જેટલી દુકાનો સહિતના ગેરકાયદે બાંધકામો ખડકી દીધા હતા. તેમજ ગેરકાયદે રીતે લેબર કોલોની બનાવવામાં આવી હતી. આ દબાણો દૂર કરવા માટે પોલીસને સાથે રાખીને મનપાના કર્મચારીઓ દ્વારા મેગા ડિમોલિશન હાથ ધરાયું છે.

આ અંગે એસીપી પ્રદીપસિંડ જાડેજા દ્વારા જણાવવામાં આવ્યા અનુસાર, આજે ચંડોળા તળાવ છે ત્યાં અતિક્રમણ ખૂબજ વધુ પ્રમાણમાં કરવામાં આવ્યું છે. ગની પથ્થવાળા કરીને છે. તેણે આગ પાંચ દુકાનો બનાવી છે. પાછળ ગોડાઉન બનાવ્યું છે. તે રેતી-કપચીનો ધંધો કરે છે. તેને ત્યાં આજે એએમસીએ નક્કી કરતા મોટું દબાણ દૂર કરવામાં આવ્યું છે. અન્ય જે મોટા દબાણો છે તેને દૂર કરવા અંગે એએમસી નક્કી કરશે એ પ્રમાણે પોલીસ બંદોબસ્ત આપવામાં આવશે.