Ahmedabad-Surat Crime Branch Operation: ગુજરાતમાં ડ્રગ્સના ચાલી રહેલા ગેરકાયદેસર વેપાર સામે સુરક્ષા એજન્સીઓએ કડક પગલાં લઈ રહી છે. આ કડક કામગીરીના ભાગરુપે સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને અંદાજે 25 કરોડથી વધારે ડ્રગ્સને પકડી પાડવામાં સફળતાં મેળવી છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ મામલે 3 કુખ્યાત આરોપીઓની અટકાયત કરી છે. જેમની પૂછપરછ કરતાં ખુલાસો થયો કે, તેઓ આ ડ્રગ્સનો જથ્થો રાજ્યના વિવિધ વિસ્તારોમાં મોકલવાના હતા.
આરોપીઓ પાસેથી કરોડોનું ડ્રગ્સ ઝડપાયું
મળતી માહિતી મુજબ, સુરત ક્રાઈમ બ્રાન્ચ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સીટીએમ એક્સપ્રેસ હાઈવે પર આવેલા ટોલનાકા પાસેથી ડ્રગ્સના જથ્થા સાથે મૂળ ઉત્તર પ્રદેશ અને દિલ્હીના 3 આરોપીઓની અટકાયત કરી હતી. આ ત્રણેય પેડલરો પાસેથી પોલીસે કુલ 2497 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ અને 4531.220 ગ્રામ હેરોઇનનો જથ્થો કબ્જે કર્યો. ઝડપાયેલા ત્રણેય આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવતા હોવાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
- તિફેલ નોખેજ: ઉંમર 44 દિલ્હીનો રહેવાસી.
- મોહમ્મદ ઈમરાન અલ્વી: ઉમર 38 મેરઠ, ઉત્તર પ્રદેશનો રહેવાસી.
- કફીલ અહેમદ: ઉમર 59. નવી દિલ્હીનો રહેવાસી.
આરોપીઓની પૂછપરછમાં મોટો ખુલાસો
સીટીએમ એક્સપ્રેસ હાઇવે પર આવેલા ટોલનાકા પાસેથી રામોલ પોલીસ સ્ટેશનન હદ વિસ્તારમાં પોલીસે આ ત્રણેય આરોપીઓને ઝડપીને પોલીસે કડક પૂછપરછ કરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આરોપીઓ મોટો ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. આરોપીઓ આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતના અલગ અલગ જગ્યાએ મોકલવાના હતા. તેવું તપાસમાં સામે આવ્યું હતું. ઉપરાંત આ ડ્રગ્સ નેટવર્કમાં બીજા કયા આરોપીઓની સંડોવણી છે તે દિશામાં વધુ તપાસ કરવામાં આવી રહી છે.
