Ahmedabad News: રાજ્યભરમાં ઉજવાઈ રહેલા ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં વાડજ જંકશન પર ફ્લાયઓવર બ્રિજ અને મકરબા ફોર લેન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ કરાવ્યું હતું. આ બન્ને બ્રિજ શરૂ થવાથી લાખો વાહનચાલકોનો સમય બચશે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા પશ્ચિમ ઝોનમાં અંદાજિત રૂ. 127.92 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અને લોકાર્પિત થયેલા ફોર લેન (2×2) ફ્લાયઓવર બ્રિજથી વાડજ જંકશન પરના ટ્રાફિકનું ભારણ ઘટશે અને નાગરિકોનો સમય તથા ઈંધણ બચશે. આ બ્રિજના નિર્માણથી વાહનચાલકોને સુગમ અને ઝડપી વાહનવ્યવહારની સુવિધા પ્રાપ્ત થશે.
અત્રે ઉલ્લેખનીય છે કે ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ હેઠળ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના નાગરિકોની સુખાકારી માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર, આવાસ, સ્વચ્છતા, માનવ સંસાધન સહિતની વિવિધ નાગરિકલક્ષી સુવિધાઓને નવી ગતિ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. વિવિધ પ્રજાલક્ષી અને જનભાગીદારીના કાર્યક્રમોના આયોજન થકી આ વિકાસકામોનો સીધો લાભ અમદાવાદના નાગરિકોને ઝડપથી મળી રહે એ માટે આયોજન કરવામાં આવ્યું છે.
વાડજ ખાતે ફોર-લેન ફ્લાયઓવર બ્રિજના લોકાર્પણ પ્રસંગે શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા આ લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. શહેરના મેયર હિતેશ બારોટ, ધારાસભ્ય સર્વે જીતેન્દ્ર પટેલ, હર્ષદ પટેલ, કૌશિક જૈન, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, શહેર પ્રમુખ પ્રેરક શાહ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન કમલેશ પટેલ તથા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હોદ્દેદારો, સ્થાનિક કાઉન્સિલરો વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રીએ અમદાવાદને આપી રૂ. 584 કરોડનાં વિવિધ વિકાસકાર્યોના લોકાર્પણ-ખાતમુહૂર્તની ભેટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જનસેવા, સુશાસન અને સમર્પણનાં 25 વર્ષ પુર્ણ થવા અવસરે આયોજિત ‘સેવા, સંકલ્પ અને સમર્પણ અભિયાન’ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ મહાનગરને કુલ રૂ. 583.85 કરોડનાં વિવિધ વિકાસકાર્યોના ઈ-લોકાર્પણ તથા ખાતમુહૂર્તની ભેટ આપી હતી.

રૂ.279.80 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં વિવિધ 6 કામોનાં લોકાર્પણ
1. વાડજ જંકશન – ફોર લેન ફ્લાયઓવર બ્રિજ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના વાડજ જંકશન ઉપર AMCના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા અંદાજિત રૂ. 127.92 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફોર લેન (2×2) ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ.
2. વેજલપુર – મકરબા ફોર લેન રેલવે ઓવરબ્રિજ
દક્ષિણ પશ્ચિમ ઝોનમાં LC-24 અમદાવાદ-બોટાદ રેલવે લાઈન ઉપર અંદાજિત રૂ. 98.60 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ફોર લેન રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ.
3. થલતેજ – 329 EWS આવાસો
TP-39 થલતેજ, ફાઈનલ પ્લોટ નં. 59 ખાતે પ્રધાનમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત 1190 EWS આવાસોમાંથી અંદાજિત રૂ. 22.24 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 329 EWS આવાસોનું લોકાર્પણ.
4. અમદાવાદ – 15 ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ (FRV)
અમદાવાદના ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. 19.74 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા 15 નંગ ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલની ખરીદી કરી પ્રજાલક્ષી કાર્યોમાં ઉપયોગ માટે ઉપલબ્ધ કરાવવાની કામગીરી.
5. અમદાવાદ – 10 બોટ વિથ એન્જિન
ફાયર સ્ટેશનો માટે અંદાજિત રૂ. 3.40 કરોડના ખર્ચે બનાવાયેલ 10 નંગ બોટ વિથ એન્જિનની ખરીદી કરી પ્રજાલક્ષી ઈમરજન્સી કામગીરી માટે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા.
6. શાહીબાગ – 108 આવાસો + 46 દુકાનોનું પુનર્વસન
TP સ્કીમ નં. 14 (શાહીબાગ), ફાઈનલ પ્લોટ નં. 157 ખાતે ‘પખાજીનો કૂવો’ નામે જાહેર થયેલી ઝૂંપડપટ્ટીઓનું હયાત સ્થળે અંદાજિત રૂ. 7.90 કરોડના ખર્ચે તૈયાર કરાયેલાં 108 આવાસો અને 46 દુકાનોનું પુનર્વસન.
રૂ. 304.05 કરોડના ખર્ચે વિવિધ વિસ્તારોમાં 6 કામોનાં ખાતમુહૂર્ત
1. રામાપીર ટેકરા – રોડ નેટવર્ક
પશ્ચિમ ઝોનના સ્ટેડિયમ વોર્ડમાં રામાપીર ટેકરા L.A.P. વિસ્તારમાં અંદાજિત રૂ. 72.78 કરોડના ખર્ચે રોડ નેટવર્ક વિકસાવવાનું કામ.
2. અમરાઈવાડી – 1800 મીમી ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન
દક્ષિણ ઝોનમાં નાગરવેલ હનુમાન મંદિરથી ગુરુજી બ્રિજ સુધીની 1800 મીમી વ્યાસની અંદાજિત રૂ. 65.51 કરોડના ખર્ચે હયાત ડ્રેનેજ લાઈનનું રિહેબિલિટેશન કરવાનું કામ.
3. વટવા – નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન અને રાઈઝિંગ લાઈન
નવાણા ખાતે અંદાજિત રૂ. 61.81 કરોડના ખર્ચે નવું ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન તથા રાઈઝિંગ લાઈન નાખવાની કામગીરી.
4. નિકોલ – AMTS/BRTS બસ ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ
પૂર્વ ઝોનના TP-110 (નિકોલ-કઠવાડા), ફાઈનલ પ્લોટ નં. 95+96 ખાતે અંદાજિત રૂ. 61.89 કરોડના ખર્ચે AMTS તથા BRTS ઈ-બસોનાં ચાર્જિંગ સ્ટેશન અને પાર્કિંગ માટે પ્લોટ ડેવલપમેન્ટ કરવાનું કામ.
5. ત્રાગડ – બસ ડેપો/ટર્મિનસ માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર
ઉત્તર પશ્ચિમ ઝોનમાં દ્વારકેશ ઓપ્યુલન્સ ક્લેટની સામે, નોબો રેસ્ટોરન્ટ, એસ.પી. રિંગ રોડ સામે આવેલા 19,896 ચો.મી.ના પ્લોટમાં બસોના પાર્કિંગ તથા ચાર્જિંગ સ્ટેશન માટે અંદાજિત રૂ. 28.08 કરોડના ખર્ચે
ડેપો/ટર્મિનસ બનાવવા જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવાનું કામ.
6. સાબરમતી નદી પૂર્વ કિનારો – ટુરિઝમ ટેમ્પલ સર્કિટ
AMC હેરિટેજ વિભાગ દ્વારા સાબરમતી નદીના પૂર્વ કિનારે સપ્તઋષિ આશ્રમથી જગન્નાથ મંદિર થઈ અટલઘાટ સુધીના માર્ગને અંદાજિત રૂ. 13.98 કરોડના ખર્ચે ટુરિઝમ ટેમ્પલ સર્કિટ તરીકે વિકસાવવાનું કામ.
