Ahmedabad: શહેરના ગોમતીપુર વિસ્તારની બે બહેનો લવ જેહાદનો શિકાર બની છે. જેમાં હિન્દુ યુવતીઓને વિધર્મી યુવકોએ પ્રેમજાળમાં ફસાવીને બન્નેનું ધર્મ પરિવર્તન કરાવી લેવામાં આવ્યું હતુ. જે બાદ વિધર્મીઓ દ્વારા અસહ્ય જુલમ ગુજારવામાં આવતો હતો. આખરે બન્ને બહેનો ગમેતેમ કરીને વિધર્મી યુવકોની ચુંગાલમાંથી છટકી ગઈ હતી. હાલ આ મામલે યુવતી દ્વારા વિધર્મી યુવકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પીડિતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, તે જ્યારે પણ ઘરની બહાર નીકળતી, ત્યારે વિધર્મી યુવક દ્વારા તેનો પીછો કરવામાં આવતો હતો. તે મને પ્રેમ કરતો હોવાનું અને મારી સાથે લગ્ન કરવાનું કહેતો હતો. આખરે હું તેની વાતોમાં આવી ગઈ, જે બાદ મારી જિંદગી બરબાદ થઈ ગઈ.
વિધર્મી યુવક મને અમદાવાદથી મહારાષ્ટ્ર લઈ ગયો, જ્યાં મરાઠીમાં લખેલા એફિડેવિટમાં મારી પાસે સહી કરાવી દીધી. હું તેના પ્રેમમાં એટલી પાગલ થઈ ગઈ હતી કે, મને મરાઠી આવડતુ ના હોવા છતાં મેં તેના પર વિશ્વાસ કરીને સહી કરી દીધી. મને એમ હતું કે, મારા લગ્ન થઈ ગયા છે. જો કે એ લગ્નનું એફિડેવિટ નહતુ, પરંતુ મારી સહી કરાવીને મારો ધર્મ પરિવર્તન કરાવી દેવામાં આવ્યું હતુ. તે મને નૉનવેજ ખાવા માટે દબાણ કરતો હતો.
બીજી તરફ તેની મોટી બહેનને ઈકબાલ નામનો વિધર્મી યુવક પ્રેમજાળમાં ફસાવીને ઉત્તર પ્રદેશ લઈ ગયો હતો. જ્યાં પ્રતાપગઢમાં તેને ગોંધી રાખી હતી. જો કે 7 વર્ષ બાદ તે ગમે તેમ કરીને નાની બહેનને છોડાવવા માટે અમદાવાદ આવી પહોંચી છે.
વિધર્મી યુવકે ફેસબુકમાં મંથન જોશી નામ ધારણ કરીને નાની બહેનને ફસાવીને તેની સાથે લગ્ન કર્યા હતા. જો કે લગ્ન બાદ યુવતીને જાણ થઈ કે, તેનું નામ મંથન નહીં, પરંતુ સોહેલ છે. લવ જેહાદનો શિકાર બનેલી નાની બહેનને એક સંતાન જ્યારે મોટી બહેનને બે સંતાનો છે.
હાલ તો બન્ને બહેનોની ફરિયાદના આધારે ગોમતીપુર પોલીસ દ્વારા IPCની કલમ 376 (2) N, 377,34, 354 (એ)(1)(1), 354(ડી)(1)(1), 506 (2), 507, 498 (ક), 114 તથા ગુજરાત સ્વતંત્ર અધિનિયમ 2003ની કલમ 3,4 મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
