અમદાવાદમાં ટ્રાફિક પોલીસની લાલ આંખ: 218 વાહનચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા RTOને ભલામણ, 6 મહિનામાં 775 અકસ્માત

અમદાવાદમાં બેફામ વાહન ચલાવતા ચાલકો સામે ટ્રાફિક પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે. વર્ષ 2026ના પ્રથમ 6 મહિનામાં 775 અકસ્માત નોંધાતા 218 ચાલકોના ડ્રાઇવિંગ લાઇસન્સ રદ કરવા RTOને ભલામણ કરાઇ છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 10 Aug 2026 09:50 AM (IST)Updated: Mon, 10 Aug 2026 09:50 AM (IST)
ahmedabad-traffic-police-action-218-driving-licenses-suspension-recommendation-775-accidents-in-6-months

Ahmedabad News: અમદાવાદ શહેરમાં અકસ્માતોનું પ્ર્માણ ઘટાડવા અને બેફામ વાહનો ચલાવતા ચાલકો પર લગામ કસવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે લાલ આંખ કરી છે. વર્ષ 2026ના પ્રથણ 6 મહિનામાં થયેલા ગંભીર અકસ્માતોને ધ્યાને રાખીને ટ્રાફિક પોલીસે 218 વાહનચાલકોના ડ્રાઈવિંગ લાઈસન્સ 3થી 6 મહિના સુધી સસ્પેન્ડ અથવા રદ કરવા માટે આરટીઓને યાદી સોંપી છે.

અમદાવાદમાં 6 મહિનામાં કુલ કેટલા અકસ્માત?

વર્ષ 2026ના પ્રથમ 6 મહિનાના આંકડા પ્રમાણે અમદાવાદ શહેરમાં કુલ 775 માર્ગ અકસ્માતો નોંધાયા હતા. જ્યારે ટ્રાફિક પોલીસની તપાસમાં જે પણ વાહનચાલકની ભૂલ સાબિત થશે તેમને આરટીઓ દ્વારા કારણદર્શક નોટિસ પાઠવાશે. વાહનચાલકોો રુબરુ જવાબ નોંધ્યા બાદ તેમના લાઈસન્સ સસ્પેન્ડ કરવાની કાનૂની પ્રક્રિયા હાથ ધરાશે

  • જાનલેવા અકસ્માત: 218 (જેમાં 218 લોકોના જીવ ગયા)
  • ગંભીર અકસ્માત: 460
  • સામાન્ય અકસ્માત: 97

શહેરમાં વધતા અકસ્માતો માટે જવાબદાર પરિબળો

  • સ્પીડ કન્ટ્રોલ ટેક્નોલોજીનો અભાવ: વાહનોની અનિયંત્રિત ગતિ રોકવા માટે પૂરતી ટેક્નોલોજીનો અભાવ છે. પોલીસ માત્ર ઇ-મેમો આપીને સંતોષ માને છે.
  • બિસ્માર રોડ અને એન્જિનિયરિંગ ખામી: રસ્તાઓની અત્યંત દયનીય હાલત અને નબળું રોડ એન્જિનિયરિંગ વાહનચાલકોના જીવ માટે જોખમકારક છે.
  • ટ્રાફિક મેનેજમેન્ટમાં ખામી: પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જંકશનનું અયોગ્ય આયોજન અને મેન્યુઅલ ટ્રાફિક કંટ્રોલ અકસ્માતોનું કારણ બને છે.
  • સ્પીડ કંટ્રોલ ટેકનોલોજીનો અભાવ: વાહનોની અનિયંત્રિત સ્પીડ રોકવા માટે પૂરતી ટેકનોલોજી નથી; પોલીસ માત્ર ઈ-મેમો આપીને સંતોષ માને છે.