Ahmedabad: થલતેજમાં બિલ્ડીંગના 11મા માળેથી કૂદીને 26 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત

થલતેજમાં શક્તિ 140 ફ્લેટ્સના 11મા માળેથી 26 વર્ષીય યુવતીએ ઝંપલાવી આપઘાત કર્યો. બોડકદેવ પોલીસે મૃતદેહ PM માટે ખસેડી તપાસ હાથ ધરી.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 26 Aug 2026 12:41 PM (IST)Updated: Wed, 26 Aug 2026 12:41 PM (IST)
ahmedabad-thaltej-26-year-old-girl-suicide-11th-floor

Ahmedabad News: અમદાવાદ શહેરના થલતેજ વિસ્તારમાંથી એક 26 વર્ષીય યુવતીએ આપઘાત કરી લેતાં ભારે ચકચાર મચી જવા પામી છે, થલતેજ મેટ્રો સ્ટેશન પાસે આવેલી શક્તિ 140 ફ્લેટ્સની બિલ્ડીંગના 11માં માળેથી યુવતીએ ઝંપલાવી લઈને મોતને વહાલું કર્યું છે . આ મામલે પોલીસને જાણ કરાતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવીને યુવતીના મૃતદેહ કબ્જે કર્યો હતો.

થલતેજમાં યુવતીએ આપઘાત કર્યો

મળતી માહિતી મુજબ, થલતેજ વિસ્તારમાં યુવતી પોતાના પરિવાર સાથે શક્તિ 140 ફ્લેટના એ બ્લોકમાં રહેતી હતી. રાત્રિના સમયે યુવતી અગાસી પર ગઈ હતી, તે દરમિયાન યુવતીએ 11મા માળેથી એકાએક છલાંગ લગાવી દીધી હતી. યુવતીના આપઘાતના સમાચાર સોસાયટીમાં વાયુવેગે પ્રસરતા મોટી સંખ્યામાં લોકોની ભીડ ઉમટી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ બોડકદેવ પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડ્યો

પોલીસે યુવતીના મૃતદેહને કબ્જે કરીને પીએમ માટે હોસ્પિટલે ખસેડી આપ્યો હતો. તેમજ પોલીસે યુવતીના પરિવારજનોનું નિવેદન નોંધીને વધુ કાર્યવાહી કરી છે. પોલીસની તપાસમાં સામે આવ્યું કે, યુવતી માનસિક બિમારી સંબંધિત સારવાર અને દવાઓ લેતી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું કે, યુવતી માનસિક બિમારીથી ત્રાસીને આ પગલું ભર્યું હોઈ શકે છે. જોકે, યુવતીના મૃતદેહ પાસેથી કોઇ સ્યુસાઈડ નોટ નથી મળી. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને વધુની કાર્યવાહી હાથ ધરી છે, તેમજ યુવતીના પીએમ રિપોર્ટ અને પરિવારજનોના નિવેદનોને આધારે પોલીસે તપાસ કામગીરી આગળ વધારી છે.