ઉનાળું વેકેશનને બનાવવો છે યાદગાર?, 'અમદાવાદ'ના આ જાણીતા સ્થળોની લો અચૂક મુલાકાત, જ્યાં મસ્તીનો મળશે 'ડબલ ડોઝ'

આ ઉનાળુ વેકેશનમાં અમદાવાદના પ્રવાસન સ્થળોની મુલાકાત લઈને તેને યાદગાર બનાવો! સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી, અટલ બ્રિજ, મોટેરા સ્ટેડિયમ અને કાંકરિયા તળાવ જેવા શ્રેષ્ઠ સ્થળો વિશે જાણો

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Tue, 12 May 2026 01:01 PM (IST)Updated: Tue, 12 May 2026 01:01 PM (IST)
ahmedabad-summer-vacation-science-city-atal-bridge-kankaria-tourist-places

Ahmedabad News: અમદાવાદ શહેરને એક ઔદ્યોગિક કેન્દ્રમાંથી આંતરરાષ્ટ્રીય સ્તરનું 'ટૂરિસ્ટ હબ' બનાવવામાં સરકારની વિવિધ યોજનાઓ અને આધુનિક પ્રોજેક્ટ્સે પાયાની ભૂમિકા ભજવી છે. જેમાં ઉનાળાનું વેકેશન પડતા જ બાળકોથી લઈને મોટેરાઓ બહાર ફરવા જવાનું આયોજન કરતા હોય છે. જો તમે પણ આ વેકેશનમાં કોઈ એવા શહેરની શોધમાં હોવ જ્યાં ઈતિહાસ પણ હોય અને આધુનિકતા પણ, તો અમદાવાદ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. 'હેરિટેજ સિટી' તરીકે જાણીતું આ શહેર હવે ટેકનોલોજી અને મનોરંજનના નવા કેન્દ્રો સાથે પ્રવાસીઓનું સ્વાગત કરી રહ્યું છે.

'સ્માર્ટ અમદાવાદ'નો નવો નજારો

અમદાવાદ શહેર હવે માત્ર જૂની પોળો અને ઐતિહાસિક સ્મારકો પૂરતું સીમિત નથી રહ્યું.પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં અમદાવાદમાં એવા અનેક વિશ્વસ્તરીય પ્રોજેક્ટ્સ તૈયાર થયા છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. જો તમે આ વેકેશનમાં ફેમિલી અથવા મિત્રો સાથે ફરવાનું વિચારી રહ્યા હોવ, તો અમદાવાદના 'નવીન નજરાણા' તમારે ચોક્કસ જોવા જોઈએ. અમદાવાદની શાન ગણાતા સાબરમતી રિવરફ્રન્ટમાં હવે ઘણું બધું નવું છે.

naidunia_image

સૌથી આકર્ષક છે 'અટલ બ્રિજ', આ ફૂટ-ઓવર બ્રિજ તેની સુંદર ડિઝાઈન અને રાત્રિના સમયે ઝગમગતી લાઈટો માટે જાણીતો છે. અહીંથી નદીનો નજારો ખૂબ સુંદર દેખાય છે. જો તમે બાળકો સાથે મુલાકાત લઈ રહ્યા હોવ, તો સાયન્સ સિટીની ગેલેરીઓ અચૂક જોવી જોઈએ.

હેરિટેજ સિટીમાં ફરવા લાયક સ્થળો

અમદાવાદમાં સાયન્સ સિટી એક પરફેક્ટ સ્થળ છે. અહીંની એક્વેટિક ગેલેરી ભારતની સૌથી મોટી ગેલેરીમાંની એક છે, જેમાં તમે શાર્ક જેવી માછલીઓને કાચની ટનલમાંથી પસાર થતી જોઈ શકો છો. તેની સાથે જ રોબોટિક ગેલેરીમાં રોબોટ્સ દ્વારા પીરસવામાં આવતી ચા અને તેમના કામ કરવાની પદ્ધતિ બાળકો માટે આકર્ષણનું કેન્દ્ર છે. અહીં ભારતની સૌથી મોટી માછલીઘર ટનલ આવેલી છે. જ્યારે તમારી ઉપર અને આજુબાજુથી શાર્ક અને અન્ય દરિયાઈ જીવો પસાર થાય, ત્યારે તે અનુભવ યાદગાર બની જાય છે. અહીં વિવિધ પ્રકારના રોબોટ્સ જોવા મળે છે. રોબોટ દ્વારા ચલાવવામાં આવતું કાફે અને રોબોટિક ડાન્સ પ્રદર્શન બાળકોને ખૂબ જ ગમે છે.

naidunia_image

મોટેરામાં આવેલું આ સ્ટેડિયમ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે.ક્રિકેટના શોખીન હોવ કે ના હોવ, પણ આ વિશાળ સ્ટેડિયમની ભવ્યતા જોવા જેવી છે. આ સ્ટેડિયમની અત્યાધુનિક ડિઝાઈન અને લાઇટિંગ વ્યવસ્થા તેને ખાસ બનાવે છે. કાંકરિયા તળાવ તો વર્ષોથી લોકપ્રિય છે જ, પરંતુ હવે ત્યાં ઘણી નવી એક્ટિવિટીઝ ઉમેરાઈ છે. નવી બાલવાટિકા, કિડ્સ સિટી, ટોય ટ્રેન અને પ્રાણી સંગ્રાલય ઉપરાંત હવે ત્યાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટીઝની સુવિધા પણ વધારવામાં આવી છે.

અમદાવાદ એટલે ખાણીપીણીનું શહેર

અમદાવાદનું વેકેશન તેના ખોરાક વગર અધૂરું છે. રાત્રિના સમયે માણેકચોકનો ચટાકેદાર ખોરાક અને નવા બનેલા 'ખાઉ ગલી' પ્રવાસીઓની પહેલી પસંદ છે. માણેકચોકની પરંપરાગત વાનગીઓ સાથે હવે સિંધુ ભવન રોડ પર અનેક નવી અને આધુનિક રેસ્ટોરન્ટ્સ અને કાફે ખૂલ્યા છે. અમદાવાદ હવે આધુનિક અને સ્માર્ટ સિટી બની ચૂક્યું છે. અહીં શિક્ષણ, મનોરંજન અને સ્થાપત્યનો સુંદર સમન્વય જોવા મળે છે.

naidunia_image

અમદાવાદના અનોખા આકર્ષણ

જો તમે ગરમીથી બચવા માંગતા હોવ, તો સવારના વહેલા અથવા બપોર પછી આ સ્થળોની મુલાકાત લેવાનું આયોજન કરવું શ્રેષ્ઠ રહેશે. તમારા આ વેકેશનને અમદાવાદના આ અનોખા આકર્ષણો સાથે વધુ ખાસ બનાવો! અમદાવાદ હવે માત્ર ગુજરાતનું આર્થિક પાટનગર નથી, પણ પ્રવાસનનું પણ હબ છે. જો તમે આ વેકેશનમાં વિજ્ઞાન, સંસ્કૃતિ અને આધુનિક લાઈફસ્ટાઈલનો અનુભવ એકસાથે કરવા માંગતા હોવ, તો અમદાવાદ તમારું સ્વાગત કરવા તૈયાર છે.