અમદાવાદ: શાંતિ એશિયાટિક સ્કૂલમાં 'ડિઝાસ્ટર મેનેજમેન્ટ' વર્કશોપ, શિક્ષકોને અપાઈ તાલીમ

આ વર્કશોપ દરમિયાન ભૂકંપ, પૂર અને આગ જેવી કટોકટીમાં સુરક્ષા માટેની પદ્ધતિઓ શીખવવામાં આવ્યા હતા.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 17 Nov 2026 10:52 PM (IST)Updated: Tue, 17 Nov 2026 10:52 PM (IST)
ahmedabad-shanti-asiatic-school-disaster-management-workshop-teacher-safety-training

Ahmedabad News: અમદાવાદના શેલા વિસ્તારમાં સ્થિત શાંતિ એશિયાટિક સ્કૂલ ખાતે શાળાની સુરક્ષા અને કટોકટીની પરિસ્થિતિમાં સજ્જતા વધારવાના હેતુથી શિક્ષકો માટે ‘ડિઝાસ્ટર મેનેજમેન્ટ’ એટલે કે આપત્તિ વ્યવસ્થાપન વિષય પર વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભૂકંપ, પૂર અને અકસ્માતોમાં સુરક્ષા અંગે માર્ગદર્શન

આ જ્ઞાનવર્ધક અને ઈન્ટરેક્ટિવ સત્રમાં શિક્ષકોને વિવિધ કુદરતી અને માનવસર્જિત આપત્તિઓ દરમિયાન જરૂરી સાવચેતી, સુરક્ષાના પગલાં અને આપત્તિનો સામનો કરવાની વ્યવહારુ પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં નિષ્ણાત વક્તા તરીકે ડૉ. પ્રવીણ કુમાર મિશ્રા અને સુશ્રી અંશુ નાગર ઉપસ્થિત રહ્યા હતા.

બંને નિષ્ણાતોએ ભૂકંપ, પૂર, ઈલેક્ટ્રિકલ અકસ્માત, શોર્ટ સર્કિટ અને હીટ વેવ એટલે કે લૂ જેવી વિવિધ આપત્તિઓ વિશે વિસ્તૃત સમજ આપી હતી. આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે પોતાનો તેમજ અન્યનો બચાવ કેવી રીતે કરવો અને જોખમને ઓછું કરવા માટે કયા સુરક્ષા પગલાં લેવા જોઈએ તે અંગે શિક્ષકોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

naidunia_image

આપત્તિ વ્યવસ્થાપનના મુખ્ય ચાર તબક્કાનું મહત્વ

વર્કશોપ દરમિયાન આપત્તિ વ્યવસ્થાપનના 4 મહત્વપૂર્ણ તબક્કાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. તેમાં મિટિગેશન (જોખમ ઘટાડો), પ્રિપ્રેર્ડનેસ (પૂર્વતૈયારી), રિસ્પોન્સ (પ્રતિસાદ) અને રિકવરી (પુનઃસ્થાપન) નો સમાવેશ થાય છે.

નિષ્ણાતોએ સમજાવ્યું હતું કે આપત્તિ પહેલાં જોખમ ઘટાડવા અને પૂર્વ તૈયારી કરવાથી લઈને આપત્તિઓ દરમિયાન યોગ્ય પ્રતિસાદ આપવા તથા ત્યારબાદ સામાન્ય સ્થિતિ પુનઃસ્થાપિત કરવા સુધીના દરેક તબક્કાનું આગવું મહત્વ છે.

naidunia_image

વિદ્યાર્થીઓને સુરક્ષિત રાખવાની પ્રક્રિયા અંગે તાલીમ

સ્કૂલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અંતર્ગત શાળાના સુરક્ષા પ્રોટોકોલ અને કટોકટીની તૈયારી અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ખાસ કરીને આપત્તિ સમયે વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે શાળાની બહાર કાઢવાની પ્રક્રિયા (Evacuation Procedures) વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત વિદ્યાર્થીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં શિક્ષકોની જવાબદારી અને સંકલિત કામગીરી કેટલી મહત્ત્વપૂર્ણ છે તે સમજાવવામાં આવ્યું હતું.

શાળામાં વધુ સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાનો પ્રયાસ

આ ઈન્ટરેક્ટિવ વર્કશોપના માધ્યમથી શિક્ષકોને આપત્તિ વ્યવસ્થાપન અંગે સૈદ્ધાંતિક સમજની સાથે વ્યવહારુ જ્ઞાન પણ પ્રાપ્ત થયું હતું. શાળામાં કોઈપણ કટોકટીની પરિસ્થિતિનો સામનો કરવા માટે શિક્ષકોને વધુ સજ્જ બનાવવા અને વિદ્યાર્થીઓ માટે સુરક્ષિત વાતાવરણ ઊભું કરવાની દિશામાં આ આયોજન મહત્ત્વપૂર્ણ રહ્યું હતું.