Ahmedabad Accident: અમદાવાદ શહેરમાં વ્યસ્ત ગણાતા એસ.જી હાઇવે પર મોડી રાત્રે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. પકવાન ચાર રસ્તાથી ઇસ્કોન તરફ જતાં રસ્તા પર બેકાબૂ કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવી દેતાં રોડ સાઇડ પાર્ક કરેલાં વાહનો સાથે ટક્કર મારી દીધી હતી.
કાર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો
પ્રાપ્ત માહિતી પ્રમાણે, શહેરના એસ.જી હાઈવે પર પૂરપાટ જઈ રહેલી કારના ડ્રાઈવરે પોતાનું નિયંત્રણ ગુમાવી દીધું હતું. બેફામ કાર રોડ સાઇડ પર પાર્ક કરેલી ગાડીઓ ધમાકાભેર અથડાઈ ગઈ હતી. આ ગંભીર દુર્ઘટનામાં વાહનોને નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની સીસીટીવી સામે આવ્યા
આ ભયાનક ઘટના નજીકના લાગેલાં સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. સીસીટીવીમાં સામે આવ્યું કે, કાર ચાલક કેવી રીતે બેફામ રીતે ગાડી હંકારીને પાર્ક કરેલા વાહનો સાથે અથડાય તે સ્પષ્ટ પણ કેમેરામાં કેદ થઈ ગયું છે. ઘટનાની જાણ થતાં સીસીટીવી કેમેરાના આધારે એસજી-2 ટ્રાફિક પોલીસે ફૂટેજ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી છે.
