Ahmedabad: સરખેજ તલાવડીમાં ઝંપલાવી 35 વર્ષીય યુવકે કરી આત્મહત્યા, પારિવારિક વિખવાદથી ત્રાસી પગલું ભર્યાની શંકા

અમદાવાદના સરખેજ તલાવડીમાં 35 વર્ષીય પંકજ સોલંકીએ કૂંદીને આત્મહત્યા કરી. ઘર કંકાસથી કંટાળી યુવકે મોતની છલાંગ લગાવી હોવાની શંકા વ્યકત કરાી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Mon, 10 Aug 2026 11:08 AM (IST)Updated: Mon, 10 Aug 2026 11:08 AM (IST)
ahmedabad-sarkhej-talavadi-pankaj-solanki-suicide-family-dispute

ahmedabad news: અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી જાણીતી તલાવડી ખાતે એક અત્યંત ચોંકાવનારી અને હ્રદયદ્રાવક ઘટના સામે આવી છે. સરખેડ તલાવડી ખાતે રહેતા એક 35 વર્ષીય યુવકે અગમ્ય કારણોસર તલાવડીમાં ઝંપલાવીને આપઘાત કરી લેતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી જવા પામી છે. પ્રાથમિક વિગત મુજબ, ઘરકંકાસ અને પારીવારક વિખવાદથી કંટાળીને યુવકે આ ખૌફનાક પગલું ભર્યુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

સરખેજ તલાવડીમાં 35 વર્ષના યુવકની આત્મહત્યા

મળેલી માહિતી મુજબ, આત્મહત્યા કરનાર યુવકની ઓળખ 35 વર્ષીય પંકજ સોલંકી તરીકે થઈ છે. આશંકા એવી વ્યક્ત કરવામાં આવી છે કે, પારિવારિક આંતરિક ઝઘડાઓ અને માનસિક તણાવથી ત્રાસેલા યુવકે તલાવડીમાં ઝંપલાવીને પોતાનું જીવન ટૂંકાવ્યું છે.

ફાયરબ્રિગેડે બચાવ કામગીરી હાથ ધરી

ઘટના અંગે ફાયર વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, 9મી ઓગસ્ટના રાત્રિના 12 વાગ્યાની આસપાસ પ્રહલાદનગર ફાયર સ્ટેશનને સરખેજ તલાવડીમાં એક વ્યક્તિએ પડતું મૂક્યું હોવાનો ઇમરજન્સી કોલ મળ્યો હતો. કોલ મળતાની સાથે જ ફાયરની રેસ્ક્યૂ ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો

રાત્રિના ઘોર અંધકારમાં ટીમે તલાવડીના પાણીમાં વ્યાપક શોધખોળ હાથ ધરી હતી. અંદાજે એક કલાકની ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે પંકજ સોલંકીનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. હાલ સ્થાનિક પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપીને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.