અમદાવાદ: સાબરમતી રિવરફ્રન્ટની થશે કાયાપલટ, 350 એકરમાં બનશે વર્લ્ડ-ક્લાસ સંકુલ; જાણો નાગરિકો માટે કઈ સુવિધાઓ હશે

સાબરમતી રિવરફ્રન્ટના કનેક્ટિંગ ઝોનમાં આશરે 350 એકરમાં વિશ્વસ્તરીય સંકુલ તૈયાર કરવામાં આવશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Sun, 20 Sep 2026 09:19 AM (IST)Updated: Sun, 20 Sep 2026 09:19 AM (IST)
ahmedabad-sabarmati-riverfront-three-level-redevelopment-project-facility
Ahmedabad Sabarmati Riverfront 

Ahmedabad Sabarmati Riverfront Makeover: અમદાવાદ શહેરના આઈકોનીક સાબરમતી રિવરફ્રન્ટ ટૂંક સમયમાં અપગ્રેડ થશે. શહેરના નાગરિકો અને દેશ-વિદેશથી આવતા પ્રવાસીઓને અદભુત અનુભવ પૂરો પાડવા માટે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટને હવે થ્રી-લેવલ કોન્સેપ્ટ પર રિ-ડેવલપ કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય કક્ષાના ડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત રિવરફ્રન્ટના કનેક્ટિંગ ઝોનમાં આશરે 350 એકરમાં વિશ્વસ્તરીય સંકુલ તૈયાર કરવામાં આવશે.

નાગરિકોને હરવા-ફરવા માટે મળશે બમણી જગ્યા

સાબરમતી રિવરફ્રન્ટ રિ-ડેવલપમેન્ટની ત્રિસ્તરીય ડિઝાઈન હેઠળ ત્રણ મુખ્ય સ્તરો તૈયાર કરવામાં આવી રહ્યા છે.

વોટર-લેવલ લોઅર વોક વે: નદીના જળ સ્તરની નજીક ચાલવા માટે લોઅર વોક-વે.

મધ્ય ભાગમાં કલ્ચરલ ઘાટ: પરંપરાગત અને આધુનિક સ્થાપત્યના સમન્વયથી નવેસરથી બનનારા ઘાટ, જ્યાં ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી શકાશે.

ઉપરના ભાગે અર્બન પાર્ક: વોકિંગ ટ્રેક સાથે સુસજ્જ અર્બન પાર્ક.

આ નવીડિઝાઈનના કારણે નાગરિકો માટે નદી કિનારે બેસવા અને હરવા-ફરવા માટે બમણી જગ્યા ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, પ્લે-ઝોન, ફિટનેસ પાર્ક, મનોરંજન ઝોન અને વૃક્ષારોપણ દ્વારા ગ્રીન કવર વધારવા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. આ વર્લ્ડ-ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ અમદાવાદની સ્માર્ટ સિટી પ્રોફાઈલને વૈશ્વિક સ્તરે નવી ઊંચાઈ આપશે.

વોટર મોનિટરિંગ અને બાયોડાયવર્સિટી પાર્ક બનશે

સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પર્યાવરણ સંરક્ષણ માટે અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. નદીના પાણીની ગુણવત્તા સતત જળવાઈ રહે તે માટે આધુનિક વોટર મોનિટરિંગ સિસ્ટમ ગોઠવવામાં આવી રહી છે. રિવરફ્રન્ટ ખાતે તૈયાર થનાર સંકુલ માત્ર રમત ગમતપૂરતું સીમિત ન રહેતા શહેર માટે 'ગ્રીન ફેફસા' તરીકે કાર્ય કરશે.

કોમનવેલ્થ ગેમ્સ માટે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર થશે

આ ઉપરાંત પર્યાવરણને અનુકૂળ ગ્રીન બિલ્ડિંગ કોન્સેપ્ટ, રંગીન કાચ અને સોલાર એનર્જીથી સજ્જ આર્કિટેક્ચર મોડેલ તૈયાર કરાશે. બીજી તરફ, અમદાવાદમાં યોજાનારકોમનવેલ્થ ગેમ્સને લઈને સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-1 અને ફેઝ-2 વિસ્તારોમાં મોટા પાયે સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાની તૈયારી જોરશોરથી ચાલી રહી છે.