અમદાવાદમાં રિવરફ્રન્ટ પર મોડી રાત્રે અફરાતફરી: યુવકે નદીમાં કૂદવાનો પ્રયાસ કરતા ફાયર બ્રિગેડે દોરડા વડે જીવ બચાવ્યો!

અમદાવાદના એલિસબ્રિજ પર મોડી રાત્રે હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો. સાબરમતી નદીમાં કૂદવાનો પ્રયાસ કરતા યુવકને જાળી પર લટકતો જોઈ ફાયર બ્રિગેડે દોઢ કલાકની મથામણ બાદ દોરડા વડે સહીસલામત બચાવી લીધો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 04 Oct 2026 03:28 PM (IST)Updated: Sun, 04 Oct 2026 03:28 PM (IST)
ahmedabad-sabarmati-riverfront-ellisbridge-youth-suicide-attempt-fire-brigade-rescue

Ahmedabad News: અમદાવાદ શહેરમાં મોડી રાત્રે એક યુવક સાબરમતી નદીમાં કૂદવાનો પ્રયાસ કરતાં હાઈવોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો. યુવક જાળી પર ચડીને કૂદવાનો પ્રયાસ કરતી સમયે લટકી જતાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. લોકોએ આ નજારો જોતાં તાત્કાલિક પોલીસ અને ફાયર વિભાગને જાણ કરી હતી. આ સમયે યુવક જાળી પર લટકતો જોવા મળ્યો હતો. ઘટના અંગે જાણ થતાં રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવીને યુવકનું રેસ્ક્યુ કર્યું હતું.

યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો

મળતી માહિતી મુજબ, એલિસબ્રિજે ગત 3 ઓક્ટોબરે રાત્રિના સમયે એક યુવક આપઘાત કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. યુવકને જાળી પર લટકતાં જોઈને આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા. લોકોએ યુવકને રોકવાનો પ્રયાસ કર્યો છતાં યુવક નીચે ઉતરવા માટે તૈયાર નહોતો. આ દરમિયાન પોલીસ અને ફાયર વિભાગને જાણ કરાઈ હતી.

ફાયર બ્રિગેડે યુવકનું રેસ્ક્યુ કરાયું

કંટ્રોલ રુમ તરફથી મેસેજ મળતાની સાથે જ પોલીસની ટીમ બ્રિજ પર દોડી ગઈ હતી. તેમજ ફાયર વિભાગે નદીમાં બોટ તૈનાત કરી હતી. યુવક જાળી પર લટકતાં તેને ઉતારવા માટે પોલીસ અને ફાયર વિભાગે ઓપરેશન હાથ ધર્યું હતું. ફાયર વિભાગના જવાનોએ લગભગ દોઢેક કલાક યુવકને સમજાવીને નીચે ઉતાર્યો હતો.

સમજાવટને અંતે યુવક શાંત થયો હતો. ફાયર ટીમે તેને દોરડું બાધીને સુરક્ષિત રીતે નીચે ઉતાર્યું હતું. રિવરફ્રન્ટ પોલીસે તેને નીચે ઉતારીને તેનું નામ સરનામું જાણ્યું હતું. તેમજ તે કેમ આત્મઘાતી પગલું ભરવા જતો હતો. તે અંગે પૂછપરછ હાથ ધરી છે.