છઠ પૂજા માટે અમદાવાદ-રાજગીર વચ્ચે દોડશે અનરિઝર્વ્ડ સ્પેશિયલ ટ્રેન, જુઓ ટાઈમિંગ અને રૂટ

આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ હોવાથી મુસાફરો સામાન્ય ટિકિટ મેળવીને મુસાફરી કરી શકશે.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Mon, 09 Nov 2026 11:42 PM (IST)Updated: Mon, 09 Nov 2026 11:42 PM (IST)
ahmedabad-rajgir-special-train-timing-and-route-november-2026-chhath-puja

Ahmedabad-Rajgir Special Train: પશ્ચિમ રેલવે દ્વારા આગામી પવિત્ર છઠ્ઠ પૂજા તહેવાર દરમિયાન મુસાફરોની વધારાની ભીડને ધ્યાનમાં રાખીને અને તેમની સુવિધા અર્થે અમદાવાદ અને રાજગીર સ્ટેશન વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશેષ ટ્રેન સંપૂર્ણપણે Unreserved રહેશે, જેથી મુસાફરો સરળતાથી મુસાફરી કરી શકશે.

ટ્રેન નંબર 09427 અમદાવાદ-રાજગીર સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09427 અમદાવાદ-રાજગીર સ્પેશિયલ ટ્રેન 10 નવેમ્બર 2026 ના રોજ અમદાવાદ સ્ટેશનથી મોડી રાત્રે 12:55 વાગ્યે પ્રસ્થાન કરશે, અને બીજા દિવસ 11 નવેમ્બર સવારે 11:45 વાગ્યે રાજગીર પહોંચશે.

ટ્રેન નંબર 09428 રાજગીર-અમદાવાદ સ્પેશિયલ ટ્રેન

ટ્રેન નંબર 09428 રાજગીર–અમદાવાદ સ્પેશિયલ ટ્રેન 11 નવેમ્બર 2026 ના રોજ રાજગીર સ્ટેશનથી બપોરે 2:45 વાગ્યે નીકળશે અને બીજા દિવસ 12 નવેમ્બર રાત્રે 11:25 વાગ્યે અમદાવાદ આવી પહોંચશે.

અમદાવાદ-રાજગીર વચ્ચે મહત્વના સ્ટોપેજ

આ સ્પેશિયલ ટ્રેન બંને દિશામાં મુસાફરી દરમિયાન મહત્વના રેલવે સ્ટેશનો પર રોકાણ કરશે. જેમાં આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, ગોવિંદપુરી, સુબેદારગંજ, પંડિત દિનદયાળ ઉપાધ્યાય જંકશન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહેબ, બખ્તિયારપુર, બિહાર શરીફ તેમજ નાલંદા સ્ટેશનોનો સમાવેશ થાય છે.

ટ્રેનના સ્ટોપેજ, સમય અને કોચ (Coach Composition) અંગેની વધુ વિગતવાર માહિતી મેળવવા માટે મુસાફરોને ભારતીય રેલવેની વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર વિઝિટ કરવાની સલાહ આપવામાં આવી છે.