Western Railway: દિવાળી અને છઠ પૂજાના તહેવારોમાં બિહાર તરફ જતા મુસાફરોની ભારે ભીડને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે દ્વારા અમદાવાદ અને રાજગીર વચ્ચે વિશેષ ભાડા પર અનરિઝર્વ્ડ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે.
ટ્રેન નંબર 09441/09442: ક્યારે અને કેટલા ફેરા દોડશે?
કુલ ફેરા: 4 ફેરા
અમદાવાદથી રાજગીર (ટ્રેન નં. 09441): દર બુધવારે રાત્રે 23:55 કલાકે અમદાવાદથી ઉપડશે અને શુક્રવારે સવારે 06:55 કલાકે રાજગીર પહોંચશે. આ ટ્રેન 04 અને 11 નવેમ્બર, 2026ના રોજ સેવા આપશે.
રાજગીરથી અમદાવાદ (ટ્રેન નં. 09442): દર શુક્રવારે સવારે 09:55 કલાકે રાજગીરથી ઉપડશે અને શનિવારે સાંજે 18:35 કલાકે અમદાવાદ પરત પહોંચશે. આ ટ્રેન 06 અને 13 નવેમ્બર, 2026ના રોજ દોડશે.
સ્પેશિયલ ટ્રેનનો રૂટ અને મહત્વના સ્ટોપેજ
આ અનરિઝર્વ્ડ ટ્રેન બંને દિશામાં ગુજરાત, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારના મુખ્ય સ્ટેશનો પર રોકાશે.
મુખ્ય સ્ટોપેજ: આણંદ, છાયાપુરી, ગોધરા, દાહોદ, રતલામ, ભવાની મંડી, રામગંજ મંડી, કોટા, સવાઈ માધોપુર, હિંડોન સિટી, બયાના, ઈદગાહ આગ્રા, ટુંડલા, સુબેદારગંજ, પંડિત દીનદયાળ ઉપાધ્યાય જંક્શન, બક્સર, આરા, દાનાપુર, પટના, પટના સાહિબ, બખ્તિયારપુર, બિહાર શરીફ અને નાલંદા.
કોચ અને ટિકિટ અંગેની ખાસ નોંધ
સંપૂર્ણ અનરિઝર્વ્ડ ટ્રેન: આ ટ્રેન સંપૂર્ણપણે અનરિઝર્વ્ડ હોવાથી મુસાફરો સામાન્ય ટિકિટ મેળવીને મુસાફરી કરી શકશે.
ટ્રેનના આગમન-પ્રસ્થાનનો વિગતવાર સમય અને કોચ કમ્પોઝિશન જોવા માટે મુસાફરો ભારતીય રેલવેની અધિકૃત વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.
