Ahmedabad Rain Update: બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના કારણે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં એક મહિનાના વિરામ બાદ છેલ્લા બે દિવસથી ધીમે-ધીમે વરસાદી માહોલ જામ્યો છે.
લો પ્રેશર એરિયા સાથે સાઈક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી આ વરસાદી સિસ્ટમ વધારે મજબૂત બની છે, જેને પગલે હવામાન વિભાગ દ્વારા આજે પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે પણ અમદાવાદમાં વરસાદી માહોલ જામ્યો છે.
અમદાવાદમાં અંધારપટ્ટ છવાયો, વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ
આ પણ વાંચો
ગઈકાલે સમી સાંજે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટું વરસ્યા બાદ આજે વહેલી સવારથી શહેરમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતુ. જેમાં બપોર બાદ શહેરના પશ્ચિમ ભાગોમાં વરસાદી ઝાપટું વરસ્યા બાદ અસહ્ય બફારાથી લોકો તોબા પોકારી ઉઠ્યા હતા. જો કે સાંજે 4 વાગ્યા પછી ફરીથી અમદાવાદનું આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતુ.
Surat: સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે 30 બેડના ડાયાલિસીસ સેન્ટર સહિત મેડિકલ અને સર્જિકલ ICUનું વિસ્તરણ
સાંજે 4 કલાકે એકાએક અમદાવાદમાં વિઝિબિલિટી ડાઉન થઈ જતાં અંધારપટ્ટ. જે બાદ વીજળીના કડાકા-ભડાકા સાથે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો હતો. જેમાં શહેરના પૂર્વ અને પશ્ચિમ બન્ને ભાગોમાં વરસાદ વરસી રહ્યો છે.
અત્યારે શહેરના બાપુનગર, ગોમતીપુર, ખોખરા, અમરાઈવાડી, આશ્રમરોડ, પાલડી, એસજી હાઈવે, સેટેલાઈટ, બોપલ, મણિનગર, સીજી રોડ, મકરબા, સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે.
છેલ્લે જુલાઈ મહિનાના અંતમાં અમદાવાદમાં પડેલા ભારે વરસાદ બાદ લગભગ સવા મહિના સુધી શહેરમાં નહીવત વરસાદ પડ્યો હતો. તેમજ મહત્તમ તાપમાન વધતા લોકોને ઉનાળા જેવી ગરમીનો અહેસાસ થવા લાગ્યો હતો. જો કે આજે અચાનક ભારે વરસાદ તૂટી પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને બફારામાંથી રાહત મળી છે. બીજી તરફ આવતીકાલથી શરૂ થતા ગણેશ મહોત્સ્વની તૈયારી માટે ખરીદી કરવા નીકળેલા શહેરીજનો રસ્તામાં અટવાયા હતા.
આજે 168 તાલુકામાં વરસાદ, કપરાડામાં સવા 3 ઈંચ ધોધમાર ખાબક્યો
આજે રાજ્યના 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જે પૈકી સૌથી વધુ 85 મી.મી. (3.35 ઈંચ) વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં નોંધાયો છે. આ સિવાય નવસારીના વાંસદામાં 81 મી.મી (3.1 ઈંચ), વલસાડના ધરમપુરમાં 77 મી.મી (3.03 ઈંચ), સુરતના અંબિકામાં 66 મી.મી (2.6 ઈંચ) વરસાદ નોંધાયો છે. આજે સવારે 6 થી બપોરે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 34 તાલુકામાં 1 ઈંચથી વધુ, 10 તાલુકામાં 2 ઈંચથી વધુ અને 3 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
હજુ 3 કલાક અમદાવાદ સહિત 15 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ
હવામાન વિભાગ દ્વારા આજે સાંજે 4 કલાકે જારી કરવામાં આવેલા લેટેસ્ટ નાઉકાસ્ટ પ્રમાણે, આગામી 3 કલાક અમદાવાદ, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, સાબરકાંઠા, ખેડા, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ભરૂચ, ભાવનગર, કચ્છ જિલ્લામાં તોફાની પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
