Ahmedabad Plane Crash: અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં પીડિત પરિવારોનું પ્રતિનિધિત્વ કરતી અમેરિકાની લીગલ ફર્મ બીસ્લી એલન અને પાયલોટ એસોસિએશન દ્વારા બોઈંગ 787ના ફૂલ મોશન સિમ્યુલેટર ટેસ્ટિંગના વીડિયો અને ચાર્ટેડ ડેટા જાહેર કરવામાં આવ્ચા છે. આ નવા પુરાવાઓને આધારે પ્લેન ક્રેશ પ્રાથમિક રિપોર્ટની થિયરી જેમાં પાયલોટની ભૂલ કે આપઘાતની શક્યતાઓને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવી છે.
અગાઉના પ્રાથમિક રિપોર્ટમાં એવો દાવો કરવામાં કરાયો હતો કે, પાયલટ દ્વારા ઈંધણની સ્વિચ બંધ કરવામાં આવી હતી. જોકે, નવો સિમ્યુલેટર ટેસ્ટ આ દાવા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આ તમામ ડેટા અને વીડિયો યુકેની AAIBને પણ મોકલી આપવામાં આવ્યા છે.
સિમ્યુલેટર ટેસ્ટના આધારે વીડિયોમાં બહાર આવેલા 3 મુખ્ય ખુલાસા
RAT ચાલુ થવાના સમયમાં મોટો તફવત
ભારતીય AAIBના પ્રાથમિક રિપોર્ટ મુજબ, ઇંધણ કટઓફ થયાની 4થી 5 સેકન્ડમાં ઇમરજન્સી રેમ એર ટર્બાઈન એક્ટિવેટ થઈ ગયું હતું પરંતુ સિમ્યુલેટર ટેસ્ટિંગ દર્શાવે છે કે, ઇલેક્ટ્રિકલ કે ફ્યુઅલ સિસ્ટમ બંધ થયા પછી RATને પાવર જનરેટ કરવામાં ઓછામાં ઓછી 18 સેકન્ડ લાગે છે.
ઇંધણ ખોરવાયા પહેલાં ટેક્નિકલ ખામી
જો સિમ્યુલેટરનો 18 સેકન્ડનો સમયગાળો સાચો ગણવામાં આવે, તો તેનો સ્પષ્ટ અર્થ એ છે કે, ઈંધણની પુરવઠો બંધ થયો તે પહેલાં જ વિમાનમાં ટેક્નિકલ અથવા ઈલેક્ટ્રિકલ ફોલ્ટ સર્જાઈ ચૂક્યો હતો.
ટેક-ઓફ પહેલાં જ ટર્બાઈન બહાર આવવું
અમદાવાદ એરપોર્ટના વીડિયો ફૂટેજ દર્શાવે છે કે વિમાન રનવે પરથી ટેક-ઓફ કરે તે પહેલાં જ એર ટર્બાઇન બહાર નીકળી ગયું હતું.
