Ahmedabad: કાળઝાળ ગરમીમાં લોકોને મળશે રાહત, કોર્પોરેશન શરુ કર્યું કૂલ બસ સ્ટોપ

લાલ દરવાજા ટર્મિનલ પર દરરોજ 3 હજારથી વધુ લોકો બસોનો ઉપયોગ કરે છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈનના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં અન્ય બસ સ્ટોપ પર પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે.

By: Jignesh TrivediEdited By:Jignesh TrivediPublish Date: Fri, 21 Mar 2025 07:59 PM (IST)Updated: Fri, 21 Mar 2025 09:01 PM (IST)
ahmedabad-people-will-get-relief-from-the-scorching-heat-the-corporation-has-started-a-cool-bus-stop

Ahmedabad: અમદાવાદ(Ahmedabad)શહેરમાં ગરમીનો પારો ઉનાળાની શરૂઆત સાથે જ 40 ડિગ્રીની આસપાસ પહોંચી રહ્યો છે. લોકો ગરમીથી રાહત મેળવવા અલગ અલગ પ્રકારના પ્રયાસો કરે છે.ત્યારે શહેરમાં એએમટીએસની બસમાં મુસાફરી કરતાં પેસેન્જરો માટે રાહતના સમાચાર છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને મહિલા હાઉસિંગ ટ્રસ્ટના સહયોગથી ‘કૂલ બસ સ્ટોપ’ સેવા શરૂ કરી છે. તેનો હેતુ બસ સ્ટોપ પર રાહ જોઈ રહેલા મુસાફરોને કાળઝાળ ગરમીથી રાહત આપવાનો છે.

અમદાવાદમાં હીટ એક્શન પ્લાન હેઠળ, લાલ દરવાજા ટર્મિનલના પ્લેટફોર્મ નંબર 7 અને 8 પર પહેલો કૂલ બસ સ્ટોપ સ્થાપિત કરવામાં આવ્યું છે. જે તાપમાનમાં 6-7 ડિગ્રીનો ઘટાડો કરવામાં મદદ કરશે.

કૂલ બસ સ્ટોપ કેવી રીતે કામ કરશે

  • આ એક પર્યાવરણને અનુકૂળ પ્રોજેક્ટ છે, જે AC કરતા ઓછો વીજળીનો વપરાશ કરશે.
  • પાણીનો છંટકાવ સ્પ્રિંકલર સિસ્ટમની મદદથી કરવામાં આવશે, જે ઠંડક જાળવી રાખશે.
  • તે સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ચાલશે અને દરરોજ 3000 લિટર પાણીનો ઉપયોગ કરશે.
  • આ સિસ્ટમ ધૂળને પણ નિયંત્રિત કરશે અને હવાને સ્વચ્છ બનાવશે.
naidunia_image

અન્ય બસ સ્ટોપ પર પણ આ સુવિધા શરૂ થશે
લાલ દરવાજા ટર્મિનલ પર દરરોજ 3 હજારથી વધુ લોકો બસોનો ઉપયોગ કરે છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈનના જણાવ્યા અનુસાર, આગામી સમયમાં અન્ય બસ સ્ટોપ પર પણ આ સુવિધા શરૂ કરવામાં આવશે. માર્ચના મધ્યમાં જ ગુજરાતમાં ઉનાળો આવી ગયો છે. કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને સુરતમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં તાપમાન 40 થી 43 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. છેલ્લા 10 વર્ષમાં પહેલી વાર 25 માર્ચ પહેલા તાપમાન 40 ડિગ્રીને પાર થયું છે.

naidunia_image