Ahmedabad News: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદને અડીને આવેલ ઔડાના ગોધાવીના વિસ્તારમાં આવેલા ચોક્કસ સ્થળોએ ઝોન ફેર કરાયો છે. અમદાવાદ શહેરના વિકસી રહેલા વિસ્તારો અને ભવિષ્યમાં ઊભી થનારી ડિમાન્ડને ધ્યાનમાં રાખીને તથા ગોધાવી વિસ્તારમાં સ્થાયી થવા માટે આવી રહેલા શહેરીજનોને સુવિધા પૂરી પાડવા માટે આ ફેરફાર કરવામાં આવી રહ્યા હોવાનું સૂત્રોનું કહેવું છે.
સામાજિક અને શૈક્ષણિક હેતુઓ સર ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવા તેમ જ આંતર માળખાકીય સુવિધાઓ સારામાં સારી આપી શકાય તે હેતુથી આ ફેરફાર કરવામાં આવી રહ્યા છે. ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ 1979ની કલમ 122 હેઠળ કરવામાં આવેલા પ્રસ્તુત હુકમનો તત્કાળ અમલ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
ગોધાવી ગામના નીચે દર્શાવેલા સરવે નંબરની જમીનને ઝોનફેર હેઠળ આવરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ જમીનમાં સરવે રેનંબર 80-પી, 84-પી, 85-પી, 90-પી, 94-પી, 41થી, 42પીનો અને 43પીનો સમાવેશ કરવામાં આવ્યો છે. સરવે નંબર 41-પીથી માંડીને 310-પી સુધીના મોટા મોટાભાગના ભાગના સરવે નંબર 500 એકર જમીનના વિસ્તારમાં આવરી લેવામાં આવ્યા છે. આ જમીનનો ઉપયોગ નોલેજ ઝોન વિકસાવવા અને ઇન્સ્ટિટ્યૂટન ઝોન વિકસાવવા માટે કરવામાં આવશે.