Ahmedabad News: અમદાવાદ મેટ્રોને લઇને મહત્વની અપડેટ, આવતીકાલે બપોરે 2થી સાંજે 5 વસ્ત્રાલ-થલતેજ વચ્ચે મેટ્રો સ્થગિત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 12 Dec 2023 02:33 PM (IST)Updated: Tue, 12 Dec 2023 02:33 PM (IST)
ahmedabad-news-vastral-gam-to-thaltej-metro-train-services-shall-suspended-for-three-hours-on-13th-dec-2023

Ahmedabad News: અમદાવાદની લાઇફ લાઇન બનેલી મેટ્રો રેલ સેવાને લઇને એક મહત્વની અપડેટ આવી છે. આવતીકાલે બપોરે 2થી સાંજે 5 વાગ્યા સુધી વસ્ત્રાલ અને થલતેજ વચ્ચે દોડતી મેટ્રો સેવા સ્થગિત કરવામાં આવી છે. 5 વાગ્યા બાદ રેલ સેવા પુનઃ નિર્ધારિત સમય પર શરૂ કરવામાં આવશે.

અમદાવાદમાં શહેરમાં હાલ મેટ્રો ટ્રેનની સેવા સવારે 6.20 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી કાર્યરત છે. આગામી સમયમાં કાંકરિયા ઇસ્ટ મેટ્રો સ્ટેશન શરૂ થવા જઇ રહ્યું છે. મેટ્રો રેલ સુરક્ષા કમિશનર 13 ડિસેમ્બરના રોજ ઇસ્ટ-વેસ્ટ કોરિડોર(વસ્ત્રાલ ગામથી થલતેજ)નું નિરીક્ષણ કરવાના છે. મેટ્રો રેલ સુરક્ષા કમિશનરના નિરીક્ષણ માટે આવતીકાલે બપોરે 2 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ઇસ્ટ-વેસ્ટ કોરિડોર મેટ્રો ટ્રેન સેવા સ્થગિત રહેશે.

માત્ર ઈસ્ટ-વેસ્ટ કોરિડોરમાં બંને ટર્મિનલ સ્ટેશન (વસ્ત્રાલ ગામ અને થલતેજ)થી છેલ્લી મેટ્રો ટ્રેન પ્રસ્થાનનો સમય બપોરે 1 વાગ્યાનો રહેશે. સાંજે 5 વાગ્યાથી મેટ્રો ટ્રેન સેવાઓ ઇસ્ટ-વેસ્ટ કોરિડોરમાં હાલના સમયપત્રક મુજબ ઉપલબ્ધ થશે. નોર્થ-સાઉથ કોરિડોર (એ.પી.એમ.સી. થી મોટેરા સ્ટેડિયમ) પર ટ્રેન સેવાઓ હાલના સમયપત્રક મુજબ આખો દિવસ ચાલુ રહેશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.