Ahmedabad: અમદાવાદ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર તથા ફ્લાવર ગાર્ડન ખાતે આયોજિત અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શોને શહેરીજનોનો ઉત્સાહજનક પ્રતિસાદ મળતા, વધુમાં વધુ લોકો આ રંગબેરંગી ફ્લાવર શો નિહાળી શકે તે હેતુસર મુલાકાત સમય વધારવામાં આવ્યો છે.
આવતીકાલે 16 જાન્યુઆરી 2026થી મુલાકાતીઓ ફ્લાવર શો રાત્રે 10:00 વાગ્યા સુધી નિહાળી શકશે. જો કે ટિકિટ રાત્રે 9 વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. જ્યારે મુલાકાતીઓએ રાત્રિના 10 વાગ્યા સુધીમાં મુલાકાત પૂર્ણ કરવાની રહેશે.
વધુમાં વધુ નાગરિકોને ફ્લાવર શોનો આનંદ મળી રહે તે હેતુસર રાતના સમયમાં VIP ટિકિટની વ્યવસ્થા નહીં મળે. જ્યારે સવારના સમયે VIP ટિકિટ વ્યવસ્થા યથાવત રહેશે. આ માટે સવારે 7 થી 8 વાગ્યા સુધી VIP ટિકિટ ઉપલબ્ધ રહેશે. તેમજ VIP મુલાકાતનો સમય સવારે 8 થી 9 વાગ્યા સુધીનો રહેશે.
જણાવી દઈએ કે, આ ફ્લાવર શો દરમિયાન 12 વર્ષથી નીચેના બાળકો, સૈનિકો તેમજ વિકલાંગ વ્યક્તિઓને નિઃશુલ્ક પ્રવેશ આપવામાં આવશે. તેમજ 12 વર્ષથી ઉપરના તમામ મુલાકાતીઓ માટે ટિકિટ ફરજિયાત રહેશે.
