Ahmedabad: શાહીબાગ સ્થિત BAPS સ્વામિનારાયણ મંદિરે પ્રબોધિની એકાદશી નિમિતે ભવ્ય શાકોત્સવ યોજાયો, જુઓ તસવીરો

સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં 80 કરતાં વધુ પ્રકારના શાકભાજી અને 20 કરતાં વધુ પ્રકારના ફળોની હાટડીના દર્શન કર્યા હતાં

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 02 Nov 2025 08:13 PM (IST)Updated: Sun, 02 Nov 2025 08:13 PM (IST)
ahmedabad-news-swaminarayan-mandir-in-shahibaug-held-shakotsav
HIGHLIGHTS
  • સાંજે હરિભક્તોએ વિશિષ્ટ આરતીનો લાભ લીધો

Ahmedahad: પૃથ્વીને અનેકવિધ શાકભાજી અને ફળોથી સમૃદ્ધ કરી સમગ્ર માનવજાત પર મહેર કરનાર એવા પરમાત્મા પ્રતિ કૃતજ્ઞતા વ્યક્ત કરવા આ વિશિષ્ટ ઉત્સવની પ્રતિ વર્ષ અનેરા ઉત્સાહ અને ભક્તિભાવપૂર્વક તમામ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે.

naidunia_image

આજે 2 નવેમ્બર, 2025ના રોજ ચાતુર્માસના અંતે પ્રબોધિની એકાદશીના પવિત્ર દિને અમદાવાદમાં બી.એ.પી.એસ. શાહીબાગ સ્વામિનારાયણ મંદિરે ભગવાન સમક્ષ સેંકડો શાકભાજી અને ફળોની ભવ્ય હાટડીનું આયોજન કરવામાં આવ્યું હતું.

naidunia_image

સેંકડો હરિભક્તોએ આજના આ પવિત્ર દિને કલાત્મક રીતે ભગવાન સમક્ષ અર્પણ કરેલાં 80 કરતાં વધુ પ્રકારના શાકભાજી અને 20 કરતાં વધુ પ્રકારના ફળોની હાટડીના દર્શન કર્યા હતાં અને સાંજે વિશિષ્ટ આરતીનો લાભ લીધો હતો.

naidunia_image