Ahmedabad News: કોસ્મોસ કેસ્ટલ ઈન્ટરનેશનલ સ્કૂલ (ગ્રીન કેમ્પસ), અમદાવાદના વિદ્યાર્થીઓએ છેલ્લા કેટલાક દિવસોમાં વિવિધ રાષ્ટ્રીય તેમજ રાજ્યકક્ષાની રમતગમત સ્પર્ધાઓમાં અદ્ભુત પ્રદર્શન કરીને સ્કૂલનું નામ રોશન કર્યું છે. ટેનિસ અને ટેબલ ટેનિસમાં વિદ્યાર્થીઓએ મેળવેલી સિદ્ધિઓએ સમગ્ર સ્કૂલ પરિવારમાં ખુશીનો માહોલ સર્જ્યો છે. આ સિદ્ધ બદલ સ્કૂલના સ્થાપક અને ટ્રસ્ટી સુરેશ અગ્રવાલે શુભકામના પાઠવી હતી.
મુખ્ય સિદ્ધિઓ
આ પણ વાંચો
મેહા પટેલએ અમદાવાદમાં યોજાયેલી U-16 સુપર સિરીઝ ટેનિસ સ્પર્ધામાં ડબલ્સમાં પ્રથમ સ્થાન તેમજ સિંગલ્સમાં ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ ઉપરાંત તેણે એશિયન U-16 ડબલ્સ સ્પર્ધામાં પણ રનર-અપનું બહુમાન મેળવ્યું છે.
સૌરિશએ ૧૮ નવેમ્બર ૨૦૨૫ના રોજ ખોખરા-મણિનગર ખાતે આયોજિત ખેલ મહાકુંભ ૨૦૨૫માં પુરુષોની સિંગલ્સ લોન ટેનિસ સ્પર્ધામાં વિજેતા બનીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.
નૈની ઘોષ એ દિલ્હીમાં યોજાયેલી AITA ઓલ ઈન્ડિયા ચેમ્પિયનશિપ સિરીઝ (૭ દિવસ) ટેનિસ ટુર્નામેન્ટમાં અંડર-૧૪ સિંગલ્સમાં સેમીફાઈનલ સુધીની સફર કરીને પોતાની પ્રતિભા દેખાડી હતી.
અભિલક્ષ પટેલ એ નારણપુરાના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયેલી ખેલ મહાકુંભ – જિલ્લા સ્તરની ટુર્નામેન્ટમાં અંડર-૧૭ બોય્ઝ ટેબલ ટેનિસ કેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
સ્કૂલના પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફે આ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતાં જણાવ્યું હતું કે, “આ બાળકોએ મહેનત, સમર્પણ અને અથાગ પ્રયાસોથી આ સિદ્ધિઓ હાંસલ કરી છે. આવનારા સમયમાં પણ આવા જ પરિણામોની અપેક્ષા છે.”
કોસ્મોસ કેસ્ટલ ઈન્ટરનેશનલ ગ્રીન કેમ્પસના વિદ્યાર્થીઓની આ સતત મળી રહેલી સફળતાઓ સ્કૂલની ગુણવત્તાયુક્ત શિક્ષણ તેમજ રમતગમતની સુવિધાઓનું જીવંત પુરાવો છે.
