Ahmedabad: અમદાવાદ સ્થિત સ્ટર્લિંગ હોસ્પિટલ્સમાં 44 વર્ષીય દર્દીના લીવરની સૌથી જટિલ સર્જરી કરી તેને નવજીવન આપવામાં આવ્યું છે. જેમાં જેસલમેરથી આવેલા દર્દીના લીવરમાંથી 3.1 કિલોની ગાંઠ કાઢવામાં સફળતા મળી છે.
હકીકતમાં જેસલમેરમાં રહેતા 44 વર્ષીય વ્યક્તિને લીવરમાં ગાંઠ હોવાથી પેટમાં અસહ્ય દુખાવો થતો હતો. આટલું જ નહીં, ગાંઠના કારણે તેની કિડની પણ ખસી ગઈ હતી. આવી ક્રિટિકલ કંડિશનમાં સ્ટર્લિંગ હોસ્પિટલના ડૉ. હિતેશ ચાવડા એન્ડ મેડિકલ ટીમે દર્દીની જટીલ સર્જરી કરી હતી.
દર્દીની આ વન ઓફ ધ રેર એન્ડ ક્રિટિકલ સર્જરી હતી, જે 10 કલાક સુધી ચાલી હતી. જો કે સ્ટર્લિંગની મેડિકલ ટ્રિટમેન્ટના લીધે સફળતા પૂર્વક આ સર્જરી થઈ ગઈ હતી અને દર્દીને નવજીવન મળ્યું હતું.
આ અંગે સ્ટર્લિંગ હોસ્પિટલના ડૉ. હિતેશ ચાવડાએ જણાવ્યું કે, અમારી ટીમમાં સ્પેશિયલાઈઝ્ડ ડોકટર્સ અને મેડિકલ સ્ટાફ છે, જેની મદદથી જ આ પ્રકારની સૌથી રેર કંડિશનમાં સર્જરી અમે સફળતાથી કરી અને દર્દીને નવજીવન આપ્યું.
આ દર્દીને નોન કેન્સરસ બેનાઈન હેમેન્જિઓમા હતું, જેને આપણે લોહીની ગાંઠ કહી શકીએ. તેમના લીવરના જમણા ભાગમાં આ ફેલાઈ ગઈ હતી. દર્દી વ્યવસાયે પશુપાલક હતા, તેવામાં શરીરના બાંધાને જોતા જલદીથી આ પ્રકારની ગાંઠ ડિટેક્ટ પણ ન થઈ શકે. દર્દી શરૂઆતમાં તો પેટના દુઃખાવાની તકલીફ સાથે જ અમારા પાસે આવ્યો હતો. જો કે બાદમાં અમે સ્કેન કરતાં જાણ થઈ કે, તેમને તો લીવરના જમણા ભાગમાં મોટી ગાંઠ છે.
વધુમાં ડો. હિતેશ ચાવડાએ જણાવ્યું કે, સૌથી મોટી ચેલેન્જ તો અમારા માટે આ સર્જરીને કેવી રીતે પ્લાન કરવી એની જ હતી. આવી કંડિશનમાં દર્દી આવ્યા હતા કે, જો સર્જરી દરમિયાન કઈ પણ ઓછુ-વત્તુ થાય તો તેમના જીવને પણ જોખમ હતું. જો કે સ્ટર્લિંગ હોસ્પિટલ્સનો શરૂઆતથી જ એક જ અપ્રોચ છે 'પેશન્ટ ફર્સ્ટ'. અમે આ દર્દીને ફરીથી નોર્મલ જીવન જીવી શકે, એના માટે સર્જરી પ્લાનિંગ કર્યું અને મેડિકલ ટીમ સાથે મળીને તેની ટ્રિટમેન્ટ શરૂ કરી દીધી હતી.
આ તમામ તૈયારીઓ પછી અમે સર્જરી શરૂ કરી અને નોનસ્ટોપ 10 કલાક સુધી એ ચાલી હતી. 10 કલાકની સર્જરી બાદ ગણતરીની મિનિટોમાં દર્દી ભાનમાં આવી ગયા હતા. જે બાદ તેમને ICUમાં ઓબ્ઝર્વેશન માટે રાખવામાં આવ્યા હતા અને તેમની કંડિશનમાં પણ ઘણો સુધાર આવ્યો હતો. તેઓ એકદમ સ્વસ્થ જણાઈ રહ્યા હતા
લીવરમાં ગાંઠ કેવી રીતે થાય? બચવા શું કરવું?
સ્ટર્લિંગ હોસ્પિટલ્સના ડો. હિતેશ ચાવડાએ જણાવ્યું કે, દર્દીને આ ગાંઠ જન્મજાત હોઈ શકે છે, પરંતુ આનું ડિટેક્શન એટલે જલદી ન થયું કારણ કે આવી ગાંઠ વધવામાં ઘણો સમય લાગે છે. શરૂઆતમાં સામાન્ય પેટમાં દુઃખાવો થાય, જે સમય સમય પર વધતો જાય છે.
દર્દીઓ મોટાભાગે પેટના દુઃખાવાને અવગણી નાખે અને પછી સામાન્ય જીવન જીવવા લાગે છે, પરંતુ જો લાંબા સમય સુધી આજ તકલીફ થતી હોય તો એકવાર સ્કેન કરાવી લેવું જોઈએ, કારણ કે લીવરમાં ગાંઠ જો આટલી મોટી થઈ જાય તો પછી દર્દીને જીવનું જોખમ પણ થઈ શકે છે.
ઘણીવાર તો ગાંઠ એટલી મોટી થઈ જાય અને પછી અંદર જ તેમાં હેમરેજ થઈ જાય છે. આ દર્દીની કંડિશન વિશે જણાવું તો, લીવરમાં ગાંઠને કારણે તેની કિડની પણ ખસી ગઈ હતી. આવી કંડિશન વધારે વકરે નહીં એના માટે સમયાંતરે મેડિકલ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.
