Ahmedabad News: શાહીબાગના પ્રેમવતી રેસ્ટોરેન્ટના ભોજનમાંથી જીવડું નીકળ્યું, 10 હજારનો દંડ ફટકારાયો

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 08 Feb 2024 12:06 PM (IST)Updated: Thu, 08 Feb 2024 12:06 PM (IST)
ahmedabad-news-small-insects-found-in-the-food-of-premwati-restaurant-in-shahibaug-a-fine-of-10-thousand-was-imposed

Ahmedabad News: અમદાવાદના રેસ્ટોરન્ટના ભોજનમાં વારંવાર જીવડા નીકળવાની આ બીજી ઘટના સામે આવતા આરોગ્ય વિભાગ દોડતુ થયું છે. ગઈ કાલે વંદે ભારત ટ્રેનમાં પરસાતા ભાજમાંથી અને શાહીબાગમાં બાગ પાસે આવેલી નમસ્તે સર્કલ પાસે આવેલા BAPS સંચાલિત સ્વામિનારાયણ મંદિરની પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી મોરૈયાની ખીચડીમાંથી જીવડું નીકળવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી મુજબ અમદાવાદના શાહીબાગના નમસ્તે સર્કલ પાસે આવેલા BAPS સંચાલિત સ્વામિનારાયણ મંદિરની પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી મંગાવેલી ફરાળી મોરૈયાની ખીચડીમાંથી જીવડું નીકળ્યું હોવાની ઘટના સામે આવી છે, સમગ્ર ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વિવાદ સર્જાયો છે.

ઉલ્લેખનીય છે કે સ્વામિનારાયણ સંપ્રદાયની પ્રતિષ્ઠિત BAPS સંસ્થા દ્વારા સંચાલિત પ્રેમવતી રેસ્ટોરેન્ટમાંથી મૌરેયાની ખીચડીમાંથી જીવડું નીકળતા પ્રેમવતી રેસ્ટોરેન્ટમાં પીરસવામાં આવતી ખાદ્ય ચીજવસ્તુઓ કેટલી શુદ્ધ અને સાત્વિક હશે ? તેવો પ્રશ્નો થવા લાગ્યા છે.

શું છે સમગ્ર ઘટના
આકાશ શુક્લા નામની વ્યક્તિએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરીને જણાવ્યું હતું કે,પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી એક ફરાળી ખીચળી અને ફરાળી ભેળ મંગાવી હતી. તેમાં મરેલું જીવડું જોવા મળતા મેં તેનો ફોટો અને વીડિયો ઉતારી લીધો હતો અને ત્યાં હાજર વ્યક્તિને પણ આ મામલે મેં જાણ કરી હતી. મને લાગ્યું કે આ બાબતે મારે ફરિયાદ કરવી જોઈએ જેથી મેં ફરિયાદ કરી.

ફૂડ વિભાગની કાર્યવાહી
AMCના ફૂડ વિભાગના વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું છે કે,શાહીબાગની પ્રેમવતી રેસ્ટોરન્ટમાંથી જીવડું નીકળ્યું હોવાની મળેલી ફરિયાદને મામલે પ્રેમવતી રેસ્ટોરન્ટને રૂ.10,000નો દંડ પણ ફટકારાયો છે. ફૂડ વિભાગની ટીમ દ્વારા ફરાળી ખીચડી સહિત અન્ય ખાદ્ય ચીજવસ્તુઓના સેમ્પલ લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી દેવામાં આવ્યા છે. ગયા રવિવારે એસવીપીની કેન્ટીનમાં મંગાવેલા સૂપમાંથી જીવાત નીકળતા મ્યુનિ. હેલ્થ વિભાગે 25 હજારનો દંડ ફટકાર્યો હતો.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.