Ahmedabad: સિંધુભવન રોડ પર 48 કલાક ટ્રાફિક ડાયવર્ઝન, વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ

અમદાવાદના સિંધુ ભવન રોડ પર શ્રીધર વિન પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન સાઈટ પર હેવી મશનરી ઈન્સ્ટોલેશન માટે 48 કલાકનું ટ્રાફિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ દરમિયાન વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાની અપીલ કરવામાં આવી છે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 03 Nov 2026 10:22 PM (IST)Updated: Tue, 03 Nov 2026 10:22 PM (IST)
ahmedabad-news-sindhu-bhavan-road-traffic-diversion-2-day-road-closure-in-bodakdev

Ahmedabad: શહેરના સૌથી વ્યસ્ત અને પોશ ગણાતા સિંધુ ભવન રોડ પર અ 'શ્રીધર વિન' પ્રોજેક્ટમાં કન્સ્ટ્રક્શનની કામગીરીના કારણે આગામી 48 કલાક દરમિયાન વાહન વ્યવહાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  

બાંધકામની જગ્યા પર ભારે કોંક્રિટ પંપ અને ક્રેન સ્થાપિત કરવાની વિશિષ્ટ કામગીરી હાથ ધરવામાં આવશે. ભારે મશીનરીના ઇન્સ્ટોલેશન દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને અકસ્માતો નિવારવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અસ્થાયી રૂપે ટ્રાફિક ડાયવર્ઝનની જાહેરાત કરવામાં આવી છે.

હકીકતમાં કન્સ્ટ્રક્શન સાઈટ પર હેવી કોંક્રીટ પંપ અને ક્રેઈન ઈન્સ્ટોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ દરમિયાન જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને દુર્ઘટના ટાળવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા કામચલાઉ ટ્રાફિક ડાયવર્ઝનની જાહેરાત કરવામાં આવી છે.

ટ્રાફિક પોલીસ દ્વારા જારી કરવામાં આવેલા નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ, સ્ટર્લિંગ હોસ્પિટલ જંકશનથી સ્ટર્લિંગ હોસ્પિટલ તરફ જતો રોડનો એક તરફનો ભાગ વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ રહેશે.

આ પ્રતિબંધ 3 નવેમ્બરે રાતે 11 વાગ્યાથી 5 નવેમ્બર રાતે 11 વાગ્યા સુધીના 48 કલાક સુધી અમલી રહેશે. ક્રેન સહિત અન્ય હેવી મશીનરીના ઈન્સ્ટોલેશન દરમિયાન આ રોડ પર વાહન વ્યવહાર બંધ રહેશે. સબંધિત કન્સ્ટ્રક્શનની કામગીરી નિયત સમયમાં પૂર્ણ કરી દેવામાં આવ્યા બાદ આ રોડ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે.

અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકોને અપીલ કરવામાં આવી છે કે, આ 48 કલાક દરમિયાન સિંધુ ભવન રોડ પરના આ રોડ પર જવાનું ટાળીને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવામાં આવે. જેથી ટ્રાફિક જામની સમસ્યાથી બચી શકાય અને સમયનો બગાડ અટકે.