Ahmedabad: અમદાવાદ સ્થિત શાંતિ બિઝનેસ સ્કૂલ (SBS)માં એક રાત માટે ભવ્ય નવરાત્રિ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ, ફેકલ્ટીસ અને અન્ય સ્ટાફ સહિત લગભગ 800 જેટલા લોકો પરંપરાગત પોશાક પહેરી ભક્તિભાવ પૂર્વક ગરબે ઘૂમ્યા હતા.
એકતા, આનંદ અને ભક્તિની આ ઉજવણી વિદ્યાર્થીઓને ઘડવામાં કોલેજની ભૂમિકા દર્શાવે છે. જે વિદ્યાર્થીઓને ફક્ત શૈક્ષણિક રીતે નિપુણ જ નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ જાગૃત બનાવે છે.
આ પ્રસંગે શાંતિ બિઝનેસ સ્કૂલના ડિરેક્ટર ડૉ. નેહા શર્માએ જણાવ્યું કે, શાંતિ બિઝનેસ સ્કૂલ ખાતે અમે માનીએ છીએ કે, ભવિષ્યના નેતાઓ બૌદ્ધિક સુઝ અને ઊંડા સાંસ્કૃતિક જોડાણના સંયોજન દ્વારા ઘડાય છે.
અમારી નવરાત્રિ ગરબા નાઈટ ફક્ત એક ઉત્સવ કરતાં વધુ છે. જે એક એવું વાતાવરણ બનાવવાની અમારી પ્રતિબદ્ધતાની અભિવ્યક્તિ છે, જ્યાં વિદ્યાર્થીઓ સહાનુભૂતિશીલ, જાગૃત બની એકબીજા સાથે સંકળાયેલા રહી વિકાસ પામે છે. સહિયારા આનંદ અને પરંપરાની આ ક્ષણોમાં જ આપણી સમુદાયની ભાવના ખરેખર ચમકે છે, જે આપણા વિદ્યાર્થીઓને યોગ્યતા અને ચારિત્ર્ય બંને સાથે નેતૃત્વ કરવા માટે તૈયાર કરે છે.
