ISSO National Games 2026:અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના યજમાનપદે ISSO નેશનલ ગેમ્સ ચેસ સ્પર્ધા 2026નું આયોજન

ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંધ અને ISSOના સલાહકાર બોર્ડના સભ્ય અને પ્રયોજક અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના નમ્રતા અદાણીની હાજરીમાં ચેમ્પિયનશિપનો આરંભ થયો હતો.

By: Nilesh ZinzuwadiaEdited By:Nilesh ZinzuwadiaPublish Date: Fri, 11 Sep 2026 11:18 PM (IST)Updated: Fri, 11 Sep 2026 11:18 PM (IST)
adani-international-school-hosts-isso-national-games-chess-competition-2026

ISSO National Games 2026:શાળાકીય રમતોની ઈકોસિસ્ટમને મજબૂત બનાવવા સંકલ્પબદ્ધ, અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલ (ADIS)ના યજમાનપદે અમદાવાદમાં બે દિવસની ઇન્ડિયન સ્કૂલ્સ સ્પોર્ટ્સ ઓર્ગેનાઇઝેશન (ISSO) નેશનલ ગેમ્સ ચેસ કોમ્પિટિશન 2026ના થયેલા આયોજનમાં 10થી વધુ રાજ્યોની 100થી વધુ શાળાઓના 425 કરતા યુવા ચેસ ખેલાડીઓ 800 થી વધુ વિદ્યાર્થીઓ, વાલીઓ, પ્રશિક્ષકો અને શાળાના પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે.

ખેલાડીઓને દેશભરના સાથી ખેલાડીઓ સામે સ્પર્ધા કરવાની તક પૂરી પાડતી આ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં 11, 14, 17 અને 19 વર્ષની નીચેની વયના ખેલાડીઓ મળી ચાર વયની શ્રેણીનો સમાવેશ થાય છે. ચેસના મૂળભૂત સિદ્ધાંતોનું પરીક્ષણ કરતી ચેસની સ્પર્ધાત્મક રમતમાં સ્પર્ધકની એકાગ્રતા અને નિર્ણય લેવાની ક્ષમતાથી લઈ દબાણ હેઠળ શાંત રહેવાની ક્ષમતાની કસોટી સમાયેલી છે.

ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર રમેશબાબુ પ્રજ્ઞાનંધ અને ISSOના સલાહકાર બોર્ડના સભ્ય અને પ્રયોજક અદાણી ઇન્ટરનેશનલ સ્કૂલના નમ્રતા અદાણીની હાજરીમાં ચેમ્પિયનશિપનો આરંભ થયો હતો. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ પ્રોત્સાહક હાજરી આપી હતી આ વેળા ભાગ લેનારા વિદ્યાર્થીઓ સાથે તેમણે કરેલા સંવાદમાં સ્પર્ધાત્મક રમત અને રમતગમતના મૂલ્યો પર કેન્દ્રિત ચેમ્પિયનશિપની ભાવનાની સમજ આપી હતી.

આ પ્રસંગે નમ્રતા અદાણીએ કહ્યું હતું કે ચેસની રમત યુવાનોને આગળ વિચારવા, ત્વરીત નિર્ણયો લેવા અને પરિણામ અનિશ્ચિત હોય ત્યારે શાંત રહેવાના ગુણો શીખવે છે. આ એવા ગુણો છે જે તેમને ચેસબોર્ડથી ઉપર જીવનમાં ઉપયોગી બને છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ જીતે કે હારે તેને નજર અંદાજ કરી આવી સ્પર્ધાઓ વિદ્યાર્થીઓને શિસ્તબધ્ધ તૈયારી કરવાનો, આત્મવિશ્વાસ સાથે સ્પર્ધા કરવા અને પ્રત્યેક રમતમાંથી શીખવાનો અનુભવ આપે છે.

વિવિધ શાળાઓ અને રાજ્યોના વિદ્યાર્થીઓને એક ટેબલ પર લાવતી આ ચેમ્પિયનશિપ ખેલાડીને સ્પર્ધા કરવા ઉપરાંત એકબીજા પાસેથી શીખવાની અને રમતમાં જુસ્સાના સહિયારા પ્રદર્શન મારફત અરસપરસ જોડવાની તક આપે છે. આ સંબંધો રમતવીરોના અનુભવ અને વ્યક્તિગત પરિણામોથી આગળ વધીને રાષ્ટ્રીય સ્તરે સ્પર્ધા કરવાની તાલાવેલી અને મિત્રતા સુધી વિસ્તરે છે.