Ahmedabad News: અમદાવાદની અગ્રણી શૈક્ષણિક સંસ્થા કોસ્મોસ કેસ્ટલ ઇન્ટરનેશનલ સ્કૂલ – ગ્રીન કેમ્પસ (બોપલ શાખા, CBSE) ના નામે વધુ એક ભવ્ય રમતગમત સિદ્ધિ નોંધાઈ છે. શાળાના ધોરણ 9 માં અભ્યાસ કરતા પ્રતિભાશાળી વિદ્યાર્થી રોહિન શાહે ટીપીએલ (TPL) ટેનિસ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને ટ્રોફી પોતાના નામે કરી લીધી છે. તેણે બોયઝ અન્ડર-16 સિંગલ્સ કેટેગરીમાં રમાયેલી સ્પર્ધામાં વિજેતા બનવાનું બહુમાન મેળવ્યું છે.
ફાઇનલમાં પ્રીત વર્મા સામે દિલધડક વિજય
આ પણ વાંચો
સચિવાલય જિમખાના ખાતે આયોજિત આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટના ફાઇનલ મુકાબલામાં રોહિન શાહનો સામનો મજબૂત હરીફ પ્રીત વર્મા સામે થયો હતો. ભારે રસાકસી બાદ રોહિને અદ્ભુત રમત કૌશલ્ય અને આત્મવિશ્વાસ સાથે ફાઇનલ મેચ 7–4 થી જીતી લીધી હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન રોહિને માત્ર શ્રેષ્ઠ રમત જ નહીં, પરંતુ અદમ્ય સંકલ્પ, અથાણ મહેનત અને રમત પ્રત્યેની ઉચ્ચ શિસ્તનું પ્રદર્શન કર્યું હતું.
અદ્વૈત સ્પોર્ટ્સ એકેડેમીનું મહત્વનું યોગદાન
રોહિન શાહની આ ઐતિહાસિક સફળતા પાછળ તેને આધુનિક તાલીમ અને સતત માર્ગદર્શન આપનાર અદ્વૈત સ્પોર્ટ્સ એકેડેમી (Advait Sports Academy) ના કોચિંગ સ્ટાફના અથાણ પ્રયત્નો પણ એટલા જ મહત્વપૂર્ણ રહ્યા છે. યોગ્ય દિશાના કોચિંગને કારણે જ રોહિન રમતની ટેકનિકને વધુ ધારદાર બનાવી શક્યો છે.
સમગ્ર શાળા પરિવારમાં ગૌરવની લાગણી
આ શાનદાર જીત બદલ શાળાના ફાઉન્ડર ટ્રસ્ટી સુરેશ અગ્રવાલે રોહિન શાહને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, કોઈપણ મોટી સફળતા માત્ર પ્રતિભાથી નથી મળતી, પરંતુ તેના માટે સતત મહેનત, શિસ્ત અને સમર્પણ ખૂબ જ જરૂરી છે. રોહિનની આ સિદ્ધિ કોસ્મોસ કેસ્ટલ શાળા પરિવાર માટે ગૌરવ સમાન છે અને તેના ઉજ્જવળ ભવિષ્ય માટે સંસ્થા તરફથી અનેક શુભકામનાઓ પાઠવવામાં આવી
