Ahmedabad: ધુળેટીએ ગુજરાતના ધારાસભ્યોનો અનોખો અંદાજઃ હીરા સોલંકી ઢોલ વગાડી ઝૂમ્યા, તો જયેશ રાદડિયાએ ફૂલોથી મનાવ્યો રંગોનો પર્વ

જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પૂર્વ મંત્રી હકુભા દિવ્યાંગ બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટી ઉજવી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Wed, 04 Mar 2026 08:12 PM (IST)Updated: Wed, 04 Mar 2026 08:12 PM (IST)
ahmedabad-news-rajula-mla-hira-solanki-celebrates-dhuleti-by-playing-dhol-with-supporters
HIGHLIGHTS
  • રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના નિવાસસ્થાને ઢોલ વગાડીને કાર્યકર્તાઓ સાથે ધુળેટી ઉજવી.

Ahmedabad: ગુજરાત સહિત સમગ્ર દેશમાં હોલિકા દહન બાદ રંગોના પર્વ ધુળેટીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજ્યના રાજકારણીઓ પણ રંગોના પર્વની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી રહ્યા છે. જેમાં રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીનો કંઈક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો.

હીરા સોલંકીએ ઢોલ વગાડી કાર્યકર્તાઓ સાથે ઝૂમ્યા

રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ આજે પોતાના નિવાસ સ્થાને ધુળેટીના પર્વની ઉજવણી કરી હતી. આ દરમિયાન હીરા સોલંકીનો કંઈક અલગ જ અંદાજ જોવા મળ્યો હતો. જેમાં હીરા સોલંકી ઢોલ વગાડીને કાર્યકર્તાઓ સાથે ઝૂમ્યા હતા.

જયેશ રાદડિયા પરિવારજનો સાથે ફૂલોની હોળી રમ્યા

જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય જયેશ રાદડિયાએ પણ આજે પરિવાર સાથે ફૂલોની હોળી રમ્યા હતા. આ તકે જયેશ રાદડિયાએ લોકોને પ્રેમ, ભાઈચારા અને સૌહાર્દ સાથે તહેવાર ઉજવવા માટે સંદેશ આપ્યો હતો.

જામનગરના ધારાસભ્યએ દિવ્યાંગ બાળકો અને વડીલો સાથે ધુળેટી મનાવી

જ્યારે જામનગરના ધારાસભ્ય દિવ્યેશ અકબરી અને પૂર્વ મંત્રી હકુભા જાડેજાએ દર વર્ષની જેમ સુપ્રસિદ્ધ આણદાબાવા સેવા સંસ્થામાં અભ્યાસ કરતાં મૂક-બધિર અને દિવ્યાંગ બાળકો તેમજ વૃદ્ધાશ્રમના વડીલો સાથે ધુળેટીની ઉજવણી કરી હતી. આ તકે બન્ને મહાનુભાવોએ વૃદ્ધાશ્રમના વડીલોને ગુલાલનું તિલક કરીને તેમજ બાળકોને મોંઢુ મીઠું કરાવીને ધુળેટીની શુભેચ્છા પાઠવી હતી.