International Lawyers' Conference, 2023નું પીએમ મોદીના હસ્તે થશે ઉદ્ઘાટન,ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા મુખ્ય અને ગૃહમંત્રી અમિત શાહ રહેશે ઉપસ્થિત

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 12 Sep 2023 12:25 PM (IST)Updated: Tue, 12 Sep 2023 12:26 PM (IST)
ahmedabad-news-pm-modi-to-inaugurate-international-lawyers-conference-2023

Ahmedabad News: આગામી 23 અને 24 સપ્ટેમ્બરના રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા દિલ્હી ખાતે International Lawyers' Conference, 2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘાટન 23 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવશે. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ચીફ જસ્ટીસ ઓફ ઇન્ડિયા હાજર રહેશે. તેમજ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે.

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નલીન ડી પટેલ, વાઈસ ચેરમેનન હિતેશ જે પટેલ, એક્ઝીક્યૂટિવ કમિટિના ચેરમેન જીતેન્દ્ર બી ગોળવાલાએ જણાવ્યું છેકે, તારીખ 23 અને 24 સપ્ટેમ્બર, 2023ના રોજ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ધ્વારા દિલ્હી ખાતે International Lawyers' Conference, 2023નુ આયોજન કરવામાં આવ્યું છે. જેનુ ઉદ્ઘાટન તારીખ 23મી સપ્ટેમ્બર,2023ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક થશે. જેમા સુપ્રિમકોર્ટ ઓફ ઇન્ડિયાના ચીફ જસ્ટીસ સહિત અન્ય જસ્ટીસ પણ ઉપસ્થિત રહેશે. તથા તા.24મી સપ્ટેમ્બર, 2023ના રોજ સમારોહમા કેન્દ્રિય ગૃહમંત્રી અમિતભાઇ શાહ ઉપસ્થિત રહેવાના છે.

આ International Lawyers' Conference, 2023મા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ ચૂંટાયેલા સભ્યો સહિત દેશની તમામ રાજય બાર કાઉન્સિલના તમામ ચૂંટાયેલા સભ્યો, દેશની તમામ વડી અદાલતોના ચીફ-જસ્ટીસ તથા અન્ય જસ્ટીસો તથા વિદેશમાંથી આશરે 250 જેટલા સીનીયર કાઉન્સિલો તથા ભારત દેશના સીનીયર કાઉન્સિલો તથા દેશના તમામ રાજયના જિલ્લા વકીલમંડળોના પ્રમુખો હાજર રહેવાના છે.

આ કાર્યક્રમની તમામ વ્યવસ્થા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામા આવી છે અને કાર્યક્રમની સમગ્ર માહિતીથી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના સભ્યો સજજ છે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા International Lawyers' Conference, 2023ની તમામ વ્યવસ્થાની કામગીરી પુર્ણ કરી દેવામા આવી છે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.