Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠની હોસ્ટેલના રૂમમાંથી દારૂની બોટલ મળી, PhDના વિદ્યાર્થીનો પ્રવેશ રદ્દ કરી દેવાયો

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 08 Aug 2023 10:22 PM (IST)Updated: Tue, 08 Aug 2023 10:22 PM (IST)
ahmedabad-news-phd-student-caught-with-liquor-in-gujarat-vidyapith-hostel

Ahmedabad: ગુજરાત વિદ્યાપીઠના પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માંથી દારૂીન બોટલ મળી આવી છે. આ બાબતને ગંભીરતાથી લેત વિદ્યાપીઠે વિદ્યાર્થીનો પ્રવેશ રદ્દ કરી નાંખ્યો છે. આ સાથે જ જે રૂમમાંથી દારૂની બોટલ મળી આવી હતી, તેને સીલ મારી દેવામાં આવ્યું છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વિદ્યાપીઠની હોસ્ટેલમાં બહારના કોઈ વ્યક્તિ ના રોકાય અને સ્વચ્છતા સહિત અન્ય નિયમોનું પાલન થાય તે માટે ગઈકાલે રાતે સ્ટાફ દ્વારા અચાનક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ.

આ દરમિયાન પ્રાણજીવન છાત્રાલયના રૂમ નંબર 41માં ચેકિંગ દરમિયાન દારૂની બોટલ સાથે 3 વ્યક્તિઓ મળી આવ્યા હતા. જેમની નજીક જતાં તેઓ નશામાં ધૂત હોવાનું માલૂમ પડ્યું હતુ, જે પૈકી એકની ઓળખ PhDના વિદ્યાર્થી જીગ્નેશ કટારા તરીકે થઈ છે, જે 4 વર્ષથી અહીં રહેતો હતો. જ્યારે તેની સાથે રહેલા બે યુવકો બહારના હોવાનું જાણવા મળ્યું છે. હાલ તો વિદ્યાર્થીનું Phd રજિસ્ટ્રેશન રદ્દ કરી દેવામાં આવ્યું છે અને તેના પરિવારજનોને બોલાવવામાં આવ્યા છે.