Paryushan Mahaparva 2023: આજથી જૈન સમાજના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ, દેરાસરોમાં ભગવાનની આંગીના દર્શન કરશે

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 12 Sep 2023 10:00 AM (IST)Updated: Tue, 12 Sep 2023 10:04 AM (IST)
ahmedabad-news-paryushan-mahaparva-2023-a-jain-festival-strats-from-today

Ahmedabad News: જૈન સમાજના મહાપર્વ એવા પર્યુષણનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે. જૈન સમાજ દ્વારા આ મહાપર્વ દરમિયાન જૈન દેરાસરો અને ઉપાશ્રયોમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો સાથે ભગવાનની પ્રતિમાને દિવ્ય આંગી-શણગારના દર્શન થશે.

અમદાવાદ શહેર સહિત રાજ્યભરમાં જૈન ઉપાશ્રયોમાં સાધુ ભગવંતોના દિવ્ય પ્રવચનો, ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. દેરાસરોમાં ભગવાનની આંગીના દર્શન કરશે. આ પર્વ દરમિયાન 8 દિવસ વિશેષ આખ્યાન આપવામાં આવશે. પ્રથમ દિવસ એટલે કે મંગળવારે સવારે પાંચ કર્તવ્ય વિષયો પર વ્યાખ્યાન અપાશે તેમજ સાંજે જૈન શાસનનો ક્રિયાયોગ વિષય પર વ્યાખ્યાન આપવામાં આવશે.

સવાર-સાંજ મુમુક્ષુઓ, જૈન શ્રાવકો, શ્રાવિકાઓ દ્વારા પ્રતિક્રમણ અને ભગવાનની પૂજા કરવામાં આવશે. મુમુક્ષુઓ એકાસણું, અઠ્ઠાઈ, આયંબિલ, ઉપવાસ, ક્ષીરસમુદ્ર તપ, માસક્ષમણ અને 16 ઉપવાસ જેવી તપસ્યા કરશે. મહાપર્વના 8 દિવસ દરમિયાન જિનાલયોમાં અવનવી આંગીના દર્શન અને સ્તવન સંધ્યાના દર્શન થશે. મહાગ્રંથ કલ્પસૂત્રનું પર્વના ચોથા દિવસથી વાંચન થશે.

ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.